January 25th 2021

. પવિત્ર ભારતદેશ
(સ્વતંત્ર દીવસ)
તાઃ૨૬/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રભુમી ભારત છે,જેનો આજે સ્વતંત્ર દીવસ ઉજવાય
પવિત્ર પરમાત્માએ દેહ લીધા,દુનીયામાં ભારતીયો પુંજન કરી જાય
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય
ભારતનો આજે સ્વતંત્ર દીવસ,જે જનગણમન દેશપ્રેમીઓથી ગવાય
દેશના ફ્લેગને સલામકરી દુનીયામાં,પહોચેલ ભારતીયોથી વંદનથાય
પવિત્રદેશમાં જન્મ લઈ ગુજરાતીઓ,જગતમાં મહેનત કરી જીવીજાય
નાકોઇ અપેક્ષા જીવનમાં રાખે,સત્કર્મથી મળેલદેહથી કર્મ કરી જાય
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય.
પરમાત્માની કૃપા ભારતદેશપર,જ્યાં જન્મલઈ દુનીયામાં કર્મ કરીજાય
ગુજરાતીઓની ગાથા જગતમાં,જે કરેલ કર્મથી સન્માન મેળવી જાય
અમેરીકામાં માનવતાની મહેંક પ્રસરાવા,અનેકકર્મ કરીને જીવી જાય
હિંદુધર્મમાં પવિત્રદેવથી પ્રભુનીકૃપાએ,ભારતને દુનીયામાં પ્રસરાવીજાય
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય.
ભારતની પવિત્રભુમીને જગતમાં પ્રસરાવી,જે ગુજરાતીઓથી થઈજાય
સ્વતંત્ર દીવસ એસન્માન દેશનુ,જે દુનીયામાં સમયે વંદન કરાવીજાય
અમરગાથા ગુજરાતીઓની દુનીયામાં,મળેલદેહના પવિત્રકર્મથી દેખાય
પાવનકૃપા પરમાત્માની થઈ,જે માનવદેહને સત્કર્મનીકેડી આપી જાય
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય.
********************************************************૮
No comments yet.