March 1st 2021
. .સવાર સાંજ
તાઃ૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સવારસાંજ એજ પાવનકૃપા સુર્યની,જગતમાં એ આપી જાય
સમય નાપકડાય કોઇથીય,એ કુદરતની અજબલીલા કહેવાય
....જીવને મળેલદેહ એ ગતજન્મના,થયેલ કર્મના સંબંધથી મેળવાય.
અવનીપર મળેલદેહને સમયસંગે ચાલવા,સુર્યદેવની કૃપા થાય
સુર્યના ઉદયથી સવાર પડે જગતમાં,જે દેહને કર્મકરાવી જાય
અદભુતકૃપા સુર્યદેવની અવનીપર,જેજીવને સમજણ આપીજાય
પવિત્ર દર્શન થાય સુર્યના સવારે,અને સાંજે વિદાય લઈ જાય
....જીવને મળેલદેહ એ ગતજન્મના,થયેલ કર્મના સંબંધથી મેળવાય.
કુદરતની પાવનલીલા છે નિરાળી,નાઆશા અપેક્ષા કદી દેખાય
સરળ જીવનનીરાહ આપે દેહને,એ પરમકૃપાળુ સુર્યદેવ કહેવાય
અબજો સમયથી અવનીપર કૃપા કરી,દેહને રાહત આપી જાય
એજ કૃપાળુ છે જગતમાં,ના કોઇની તાકાત કે તેને રોકી જાય
....જીવને મળેલદેહ એ ગતજન્મના,થયેલ કર્મના સંબંધથી મેળવાય.
******************************************************
No comments yet.