કૃપાળુ દુર્ગામાતા
## ##
. .કૃપાળુ દુર્ગામાતા તાઃ૭/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્માની પાવનકૃપા થાય પવિત્રદેહથી ભક્તોપર કૃપા કરવા,માતા દુર્ગાથી આવી જાય .....હિંદુ ધર્મમાં પવિત્રભાવથી ભક્તિ કરતા,પવિત્રકૃપાજ મળી જાય. પરમાત્માનો પ્રેમ ભારત પર,જે મળેલ દેહને સુખ આપી જાય પ્રથમસ્વરૂપ લીધુ મા શૈલપુત્રીથી,જે પ્રથમનોરતે પુંજન કરાય નવરાત્રીના બીજા દીવસે ગરબામાં,મા બ્રહ્મચારીણી આવીજાય તાલીઓના તાલસંગે ત્રીજા નોરતે,માતા ચંદ્રધંટાના દર્શન થાય દુર્ગામાતાનો પવિત્રપ્રેમ ભારતદેશપર,એ નવદુર્ગાથીજ મેળવાય .....હિંદુ ધર્મમાં પવિત્રભાવથી ભક્તિ કરતા,પવિત્રકૃપાજ મળી જાય. ચોથા નોરતે માતા કૃષ્માંડાથી આવીજાય,તાલીએ ગરબા રમાય પવિત્રપ્રસંગમાં ગરબે રમતા,પાંચમા નોરતે સ્કંદમાતા આવીજાય અનંતઆનંદ મળે નવરાત્રીમાં,છઠ્ઠેનોરતે માકાત્યાયની આવીજાય સાતમે નોરતે મા કાલરાત્રીના દર્શનકરી,સંગે ગરબે ધુમતા ફરાય માતાદુર્ગાની કૃપાએ આઠમા નોરતે,મા મહાગૌરીના દર્શન કરાય સિધ્ધીદાત્રી માતા નવમેનોરતે પધારી,ભક્તોને અનંતપ્રેમ દઈજાય .....હિંદુ ધર્મમાં પવિત્રભાવથી ભક્તિ કરતા,પવિત્રકૃપાજ મળી જાય. ******************************************************