March 5th 2021

પ્રેમનો સમય

++રાધાએ કૃષ્ણના પ્રેમ ની લીધી હતી પરીક્ષા, પછી રાધાની આંખોમાં આવી ગયા હતા આંસુ. - MojeMastram++
.            .પ્રેમનો સમય

 તાઃ૫/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને સંબંધ છે અવનીપર,જે પ્રભુકૃપાએ જન્મમરણથીજ મેળવાય
કુદરતની લીલા જગતમાં સચવાય,એ દેહના કર્મથીજ મળતી જાય
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
અવનીપરના આગમનનો સંબંધ,જીવને મળતા દેહથી મળતો જાય
પવિત્રરાહ મળે મળેલદેહને અવનીપર,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજા થાય
પરમાત્માની પુંજાકરવા અનેકદેહથી,ભારતમાં પવિત્રદેહથીઆવી જાય
શ્રધ્ધારાખીને વંદન કરતા મળેલદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
જન્મમરણનો સંબંધ છે જીવને,જે ગતજન્મે કરેલ કર્મથીજ મેળવાય
અનેકદેહથી જીવને જન્મમરણથી મૅળવાય,જે થયેલકર્મથી મળી જાય
દેહને અવનીપર આવવા પ્રાણીપશુ,જાનવરનો દેહ પંણ મળતો જાય
જન્મ મળે માનવદેહનો જીવને ધરતીપર,પ્રભુના પ્રેમના સંબંધથી મળે
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
********************************************************
March 5th 2021

અવનીનો આધાર

**14 જાન્યુઆરી સુધી નહિ થાય શુભ કામો.. પણ આવા કામ થઇ શકશે, જાણો લગ્નની તારીખો... - Gujaratidayro***

.          .અવનીનો આધાર

તાઃ૫/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમપ્રેમથી કૃપા કરતા અવનીપર,જે પ્રત્યક્ષદેવ સુર્યદેવ કહેવાય
અબજોવર્ષોથી જીવને મળેલદેહને,દરરોજ સવારસાંજ આપીજાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
જીવને મળે દેહ અવનીપર,જે ગત જન્મે થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહ એ પાવનકૃપા જીવપર,જે પશુપક્ષીપ્રાણીથી છોડી જાય
અવનીપર આવીને કર્મનો સંબંધ થાય,જે પ્રભુની કૃપાથી સમજાય
સુર્યદેવના આગમને સવાર પડે,અને વિદાયે સાંજથી રાત મેળવાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
શ્રધ્ધાભક્તિ મળેલદેહથી મેળવાય,જ્યાં પાવનકૃપા પરમાત્માની થાય
સતયુગ કળીયુગ એ સમયનોસ્પર્શ,જગતમાં નાકોઇજ દેહથી છટકાય
પાવનરાહ પામવા સુર્યદેવને શ્રધ્ધાભાવથી,વંદન કરીને અર્ચનાય કરાય
જે મળેલદેહને સમયનો સંગાથઆપે,એ જીવનાદેહની માનવતા મહેંકાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
###########################################################