March 22nd 2021

ડમરુ ધારી

@@Mahadev Instagram posts - Picuki.com@@

.            .ડમરુ ધારી

તા;૨૨/૩/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃપા કરો ડમરુધારી પગે લાગતા ભક્તોપર,તમેજ ભોલે ભંડારી છો 
જટાધારી સંગે તમેજ ગંગાધારી,વ્હાલા ત્રિપુરારી શિવશંકર પણ છો
....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો.
અજર અમર તમે વ્હાલા ભગવાન,છો યોગેસ્વર મહાદેવ અને મહેશ
પરમ મહા તપસ્વી ડમરુધારી છો,ભક્તજનોને છે તમારીપર વિશ્વાસ
ગંગાજળના અભિશેકથી કૃપા મળે તમારી,મળેલ જીવન પવિત્ર થાય
નટ મસ્તક કરી વંદન કરીએ ભોલે ભંડારીને,રાખજો ચરણમાં અમને
....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો.
કૃપા કરો ગિરીધારી તમે ત્રિપુરારી,ભક્તોની સેવા સ્વીકારી કૃપા કરો
પાવનજીવનની રાહ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી દુર રાખે
તમે કૈલાસપતિ સંગે ઉમાપતિ,તમારી પાવનકૃપા તકલીફનેય દુર કરીદે
એવી પાવનકૃપા તમારી ત્રણેયલોકમાં,એ અજબશક્તિ તમારી કહેવાય
....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો.
###########################################################
March 22nd 2021

જય જય મહાદેવ

((( હર હર મહાદેવ | Videos, Shayaris, Quotes | Helo)))

.           .જય જય મહાદેવ 

તાઃ૨૨/૩/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર શ્રધ્ધાળુ ભક્તોપર પાવનકૃપા,ભોલેનાથ મહાદેવની થઈ જાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જે પવિત્રકર્મથી અનુભવ થાય
....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
અજબ શક્તિશાળીએજ દેવ છે,જેમની શંકર ભગવાનથીય પુંજા થાય
શીવલીંગ પર દુધ અર્ચના કરીને,ૐ નમઃશિવાય બોલીને વંદન કરાય
માનવદેહ લીધો પરમાત્માએ,જે જીવના મળેલદેહને ભક્તિ આપી જાય
અનેકપવિત્ર નામથી ઓળખાયછે,જેમની શ્રધ્ધાળુ ભક્તોથી પુંજા કરાય
.....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
ભારતની ભુમીપર જન્મ લીધો,સંગે હિમાલયનીજ પુત્રી પાર્વતી પત્ની થઈ
પાવનકૃપા થઈ પ્રભુની,એ ભાગ્યવિધાતા શ્રી ગણૅશ સંતાનથી જન્મી જાય
શ્રી કાર્તિકેય બીજા સંતાન છે,અંતે દીકરી અશોકસુંદરીનો જન્મ થઈ જાય
એવા પિતા થયા,જે શ્રીશિવ,શ્રીશકર,શ્રીમહાદેવ,શ્રીભોલેનાથ પણ કહેવાય
.....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
શ્રધ્ધારાખીને હિંદુ ધર્મમાં જન્મ મળે,એજ પરમ કૃપા પરમાત્માનીજ કહેવાય
જગતમાં પવિત્રધર્મ હિંદુછે,ભારતમાં જન્મ લઈ પ્રભુ અનેકદેહથી આવી જાય
જીવને મળેલદેહ ગતજન્મના કર્મનો સંબધ,જે જીવને આવનજાવનથી દેખાય
પવિત્રરાહે કર્મ કરતા સંગે ભક્તિ કરતા,જીવને કર્મ છુટતા મુક્તિ મળી જાય
.....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
################################################################