March 26th 2021

પ્રેમાળ માતા

###Saraswati Vandana - Ya kundendu Tushar | કાઠિયાવાડી ખમીર###

.           .પ્રેમાળ માતા 

તાઃ૨૬/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

તાલી પાડીને ભજન ગાતાજ,પરમાત્માની પાવન કૃપા પણ થાય
પ્રેમાળ માતા સરસ્વતીનો પ્રેમમળૅ,માતાજી સીતાર વગાડી જાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
મળેલ માનવદેહને ધર્મથી સંગાથમળે,હિંદુ ધર્મમાં અનુભવ થાય
અનેકદેહ લીધા છે પરમાત્માએ,જે ભારતદેશને પાવન કરી જાય
પવિત્ર પરિવારથી જીવતા મળેલદેહને,જીવનમાં પરમઆનંદ થાય
કલમપકડી ચાલતા દેહને પવિત્રકૃપા,માતા સરસ્વતીની મળીજાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
પવિત્ર ધર્મમાં અનેકરાહે કૃપા મળે,જે માનવદેહને કર્મથી દેખાય
નિર્મળભાવથી પરમાત્માની ભક્તિ કરતા,જીવનમાં સુખ મેળવાય
અનેક માતાના દેહ લીધા છે હિંદુ ધર્મમાં,એ માતાની પુંજા કરાય
જીવને મળેલદેહને માતાની કૃપાએ,જીવને અંતે મુક્તિ મળી જાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
ભણતરની રાહ મળે સંતાનને,સમય સંગે સફળતા પણ મળી જાય
અનેકરાહે મળેલદેહ જીવનમાં રાહ મેળવી જાય,એજ કૃપા કહેવાય
મળેલદેહના મગજને માતાના પ્રેમે,માનવદેહથી પવિત્રરાહ મેળવાય
જીવનમાં કલમ,કલા,નૃત્યકેનાટક જોઈને,અનેકને ખુબ આનંદથાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
**************************************************************
 

March 26th 2021

પરમ કૃપાળુ

સૂર્ય ને જળ અર્પિત કરતા સમયે ના કરો આ ભૂલ નહિ તો સૂર્યદેવ થઇ જશે નારાજ

.          .પરમ કૃપાળુ  

તાઃ૨૫/૩/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પરમ કૃપાળુ સંગે,અજબ શક્તિશાળી સુર્યદેવ જ કહેવાય
દુનીયામાં સુર્યના આગમનથી,સવારપડે જે જીવોને કર્મ કરાવી જાય
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
સવારમાં સુર્યનારાયણને શ્રધ્ધાથી,અર્ચના સંગે દર્શન કરી વંદન કરાય
અનંત પવિત્રકૃપાળુ ધરતીપર,જે અવનીપરના જીવોને સમયથી દેખાય
હિંદુધર્મના જીવોને એભક્તિરાહથી દેખાય,જે પ્રભાતે દર્શનથી સમજાય
સુર્યદેવને સવારે શ્રધ્ધાથીદર્શન કરી,ૐ હ્રીંમ સુર્યાય નમંઃથી પુંજનથાય
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
પવિત્રદેહ સમયસંગેહતો ભારતમાં,જે જગતપર શક્તિધારીથૉ ઓળખાય
માનવદેહને સંસાર મળે સમયે,એમની જવનસંગીની રાંદલમાતા કહેવાય
પાવનકૃપા મળે ભક્તોને,જે સવારના દર્શને સુર્યસ્નાનથીજ દેહ સચવાય
એવા કૃપાળુ છે પવિત્રદર્શનથી,વર્ષોથી ધરતીપર સવારસાંજ આપી જાય 
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
############################################################