March 14th 2021

પાવન કૃપા

જાણો કારતક મહિનામાં જીવનચર્યાના નિયમ કયા છે? અને લક્ષ્મી માં ની કૃપા મેળવવા શું કરવું જોઈએ? |

.           .પાવન કૃપા

તાઃ૧૪/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમકૃપાળુ પરમાત્મા જગતમાં,જે જીવને મળેલ દેહને સ્પર્શી જાય
પાવનરાહ મળે અવનીપર,દેહને પવિત્ર કર્મનો સંગાથ આપી જાય
.....શ્રધ્ધારાખીને પુંજન કરતા,મળેલદેહ પર પરમાત્માની પાવનકૃપા થાય.
સમય સમજીને ચાલતાજ જીવનમાં,મોહમાયાને દુર રાખીને જીવાય
નાઅપેક્ષા કે ના માગણી કોઇ રાખતા,જીવને પવિત્રરાહ મળી જાય
ભારતની ધરતીપર પવિત્રદેહલઈ,પરમાત્મા હિંદુધર્મને પવિત્રકરી જાય
મળેલ માનવદેહને જીવનમાં,સુખ સંગે પવિત્ર ભક્તિરાહ મળી જાય
.....શ્રધ્ધારાખીને પુંજન કરતા,મળેલદેહ પર પરમાત્માની પાવનકૃપા થાય.
સુર્યદેવના દર્શનથી અવનીપર સવાર થાય,અસ્તથતા રાત્રી મળી જાય 
સવાર સાંજને પારખીને મળેલ દેહથી,પરમાત્માની પાવન પુંજા કરાય 
પવિત્ર માતાજીની પુંજા કરતા,પરમપ્રેમની પાવનકૃપા માતાની મેળવાય
જન્મ મળેલ દેહના જીવને પાવનરાહથી જીવતા,અંતે મુક્તિ મળી જાય
.....શ્રધ્ધારાખીને પુંજન કરતા,મળેલદેહ પર પરમાત્માની પાવનકૃપા થાય.
***********************************************************