પવનપુત્ર બળવાન
### ###
. .પવનપુત્ર બળવાન તાઃ૨૩/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રરાહે જીવન જીવતા પવનપુત્ર હનુમાન,શ્રી રામના પરમ ભક્ત કહેવાય માતા અંજનીના સંતાન હિંદુ ધર્મમાં,એ મહાવીર બજરંગબલીથીય ઓળખાય .....શ્રધ્ધા ભાવથી શ્રી રામને મદદ કરવા,અયોધ્યામાં આવી સફળતા મેળવી જાય. મળેલદેહને પાવન કરવા પરમાત્માની કૃપા થઈ,ઉડીને સુર્યદેવને ગળી જાય પવિત્રશક્તિ મળી પરમકૃપાનીજ,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય શ્રીરામના ભાઈ લક્ષ્મણ બેહોશથયા,હનુમાનજી ઉડીને સંજીવની લઈ આવ્યા સંજીવનીથી ભાઈ જાગૃત થયા,જે શ્રી રામ હનુમાનને ખુબ પ્રેમ આપી જાય .....શ્રધ્ધા ભાવથી શ્રી રામને મદદ કરવા,અયોધ્યામાં આવી સફળતા મેળવી જાય. શ્રી રામના પત્નિને અયોધ્યાથી,લંકાનો રાજા રાવણ આવી અચાનક લઈજાય અનંત ચિંતા થઈ શ્રીરામ સંગે લક્ષ્મણને,જે દુર કરવા હનુમાનજી ઉડીને જાય લંકાની નજીકના જંગલમાં સીતામાતાને શોધીને,શ્રીરામને સમયથી સમજાવાય શ્રીરામલક્ષ્મણને ઉંચકીને લંકાલાવ્યા,પછી લંકામાં રાજારાવણનુ દહન કરીજાય .....શ્રધ્ધા ભાવથી શ્રી રામને મદદ કરવા,અયોધ્યામાં આવી સફળતા મેળવી જાય. @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@