March 27th 2021

સમયનો સંગાથ

**સંગાથ જીવનને તરતું રાખે છે - Sandesh**

.          .સમયનો સંગાથ

તાઃ૨૭/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને જીવનમાં અનેકકર્મનો,સંગાથછે જેઅવનીપર મેળવાય
આગમનથી જીવને સમયનોસ્પર્શ થાય,જે મળેલદેહની ઉંમરથી સમજાય
....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય.
જીવને મળતા દેહને બાળપણ,જુવાની અને ધડપણ સમયે મળતા જાય
દેહને કર્મનોસંબંધ જીવનમાંમળે,જે સમજીને ચાલતા નાતકલીફ મેળવાય
પવિત્રરાહને પકડી ચાલવા સવારમાં,શ્રધ્ધાથી ભગવાનની પુંજા થઈ જાય
ઉંમરને સમજી ચાલતા માબાપના આશીર્વાદથી,ભણતરની રાહને પકડાય
....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય.
જન્મ મળે જીવને ગતજન્મના કર્મથી,જે અવનીપર જન્મથી સમજાઈ જાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પશુ,પક્ષી,પ્રાણીઅને માનવીથી મળતો જાય
માનવદેહને પરમાત્માની કૃપાથી,શ્રધ્ધારાખતા જીવનમાં પવિત્ર્રરાહ મળીજાય
મારુ તારુની સમજણને છોડીને ચાલતા જીવને,પવિત્રકર્મથી મુક્તિમળી જાય 
....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય.
#################################################################
March 27th 2021

મળેલ પ્રેમ જ્યોત

સવારે અને સાંજે દીવો પ્રગટાવવા થી તમારા બધા દુ: ખ થશે દૂર, જાણો તેના ફાયદા અને ઉપાય

.          .મળેલ પ્રેમ જયોત

તાઃ૨૭/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહ પર પ્રભુનીકૃપા થાય,જે શ્રધ્ધાથી માતાની પુંજાકરતા દર્શન થાય
એ જીવને મળેલ પ્રેમની જ્યોત પ્રગટે,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
જીવને સંબંધ ગતજન્મના થયેલ કર્મથી,જે ધરતીપર આવન જાવન આપી જાય
કુદરતની અજબલીલા અવનીપર,જે અનેકરાહે શ્રધ્ધાથી થયેલ કર્મથી મળીજાય
પવિત્રમાતાના દેહ લીધા ભારતમાં,એ જીવોને પાવનરાહની પ્રેરણા આપી જાય
હિંદુ ધર્મની પવિત્ર જ્યોત અવનીપર પ્રગટી છે,જે પવિત્ર મંદીરથીય મળી જાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,શ્રધ્ધાભાવથી પુંજન કરી ના અપેક્ષા રખાય
આંગણે આવી પવિત્રકૃપા મળે પરમાત્માની,જે દેહને સવારસાંજથી મળતી થાય
પવિત્ર સ્વરૂપ હિંદુ માતાના છે,જે જીવનમાં મળૅલ પ્રેમ જ્યોતથી અનુભવ થાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરી વંદન કરતા,જીવનમાં દેહને પાવનરાહ મળીજાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
*******************************************************************