March 29th 2021

ભોલેનાથને વંદન

** Webdunia Archives**

           .ભોલેનાથને વંદન

તાઃ૨૯/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    
પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધો,દુનીયામાં પાવનકૃપા કરી જાય
પરમાત્માની કૃપા સમયપર,જે દુનીયામાં શંકર ભગવાનથી પુંજાય
....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય.
પવિત્ર ગંગાને લઈને આવ્યા ભારતમાં,એ જગતમાં પવિત્ર કહેવાય
જન્મ લીધો જે ભોલેનાથ,મહાદેવ,શંકર ભગવાનથીય ઓળખાયછે
પરિવારની કૃપા કરવા,રાજા હિમાલયની પુત્રી પાર્વતીના પતિ થાય
જે અનેકનામથી બોલાય,એપાર્વતીપતિ,ઉમાપતિ ભોલેનાથ કહેવાય
....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય.
હિંદુધર્મમાં શંકર ભગવાનના શિવલીંગપર,દુધ અર્ચનાથી પુંજા થાય
પવિત્રસંતાન વિઘ્નવિનાયક શ્રીગણેશ,જગતમાં ભાગ્યવિધાતાકહેવાય
કાર્તિકેયએ પણ સંતાન થયા,ને દીકરી અશોક સુંદરીથી ઓળખાય
શંકરભગવાન ખુબજ શક્તિશાળી,સંગે માતા પાર્વતી પવિત્ર કહેવાય
....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

 

 

 

 

March 29th 2021

ભક્તિનો સંગાથ

^^આપો ટુકડો, હરિ આવે ઢૂકડો^^
.           . ભક્તિનો સંગાથ 
  
તાઃ૨૯/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર આશિર્વાદ મળ્યા માબાપના,જે મળેલદેહને પાવનરાહ આપી ગઈ
જીવને મળેલદેહપર પવિત્રકૃપા થઈ,એ કુળદેવી કાળકામાતાની કૃપા થઈ
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
શ્રધ્ધાભાવે મળેલ દેહથી સોમવારે,શંકર ભગવાનને ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્રકૃપા મળે મા પાર્વતીની,અને ગણપતિ સંગે રીધ્ધીસિધ્ધીનોય મેળવાય
જીવને માનવદેહ મળે માબાપથી,જે બાળપણ,જુવાની,ઘડપણ આપી જાય
મળેલજન્મને પાવનકરવા ભક્તિનો સંગાથ મળે,જે માબાપની કૃપા કહેવાય
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
જીવનમાં ભજનભક્તિનો કોઇ સમય નથી,શ્રધ્ધાથી સમય મળતા પુંજા કરાય
ભારતમાં અનેકદેહથી પરમાત્મા પધાર્યા છે,જે દુનીયામાં પવિત્ર દેશ કહેવાય
પ્રેરણાકરી મળેલદેહના જીવને,નામંદીર,મસ્જીદ,ચર્ચની જરૂર ઘરમાં પુંજાથાય
જીવથી નાકૃપા કે મોહમાયાની અપેક્ષા રખાય,એ કળીયુગમાં અસરથીદેખાય
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
***************************************************************