March 11th 2021
####
. .શેરડી ગામ
તાઃ૧૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ પાર્થીવમાંજ લીધો,જે સમયે શેરડીગામમાં આવી જાય
મળ્યોસંગાથ દ્વારકામાઈનો શેરડીમાં,જે બાબાને મદદ કરી જાય
....મળેલ માનવદેહને પ્રેરણા મળી,જે શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય.
અનેક ધર્મથી માનવદેહ પ્રેરાય,જે પરમાત્માની કૃપા આપી જાય
હિંદુમુસ્લીમ એ દેહને ધર્મ આપી જાય,જ્યાં પાવન પ્રેરણા થાય
સાંઇબાબા એ આંગળીચીંધી,શ્રધ્ધા અને સબુરી કૃપા આપીજાય
ૐ શ્રી સાંઈનાથાય નમઃથી સ્મરણ કરતા,દેહપર કૃપા થઈ જાય
....મળેલ માનવદેહને પ્રેરણા મળી,જે શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય.
પરમકૃપાળુ દેહ આવ્યો શેરડીમાં.જે ધર્મકર્મનોસંગાથ આપી જાય
પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સાંઈબાબા નીમિત્ત થાય
મોહમાયાને દુર રાખીને ભક્તિ કરતા,જીવને પાવનરાહ મળી જાય
દેહના જીવને સમય સંગે ચાલતા,બાબાની કૃપાએ મુક્તિ મળીજાય
....મળેલ માનવદેહને પ્રેરણા મળી,જે શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય.
===========================================================
March 11th 2021
******
. ભોલેનાથની જય
તાઃ૧૧/૩/૨૦૨૧ (મહાશિવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
બમ બમ ભોલેનાથની જય,સંગે એ પાર્વતી પતિ મહાદેવ પણ કહેવાય
પવિત્ર શક્તિશાળી એ દેવ છે,જે જગતમાં શંકરભગવાનથીય ઓળખાય
....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
અજબ કૃપાળુ શંકર ભગવાન છે,અને સાથે માતા પાર્વતીનેય વંદન કરાય
ભોળાનાથથીજ તેમની પુંજા થાય,શ્રધ્ધાથી શિવલીંગપર દુધની અર્ચના થાય
પવિત્ર ગંગાનદી વહાવીભારતમાં,સંગે હિમાલયની દીકરીપાર્વતીને પરણીજાય
મહાશિવરાત્રીના પવિત્ર દીવસે,શ્રી શંકરભગવાનની કૃપાપામવા પુંજન કરાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
ભારતની ધરતીને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈ આવી જાય
જગતમાં પવિત્ર ભુમી ભારતની કરી,જેહિંદુધર્મની ભક્તિજ્યોત પ્રગટાવી જાય
પવિત્રસંતાન શંકર ભગવાનના થયા,એ એમના કુળની પવિત્રરાહથી દેખાય
પાર્વતી માતાના લાડલાસંતાન શ્રીગણેશ,જગતમાં ભાગ્યવિધાતાથી ઓળખાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
મળેલદેહના કુળને આગળ લઈ જવા,માબાપના પ્રેમથી સંતાનથી આવી જાય
પવિત્રસંતાન શ્રીગણેશ તેમને જીવનમાં,રિધ્ધી અને સિધ્ધી પત્નિથી મળી જાય
ભોલેનાથના કાર્તિકેય બીજા પુત્ર થયા,અને અશોકસુંદરી દીકરીથી આવી જાય
શંકર ભગવાન સંગે પત્નિ પાર્વતી,ભારતમાં દેહલઈ હિંદુધર્મને પાવન કરી જાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
#################################################################