March 3rd 2021

માતાની કૃપા

###કોણ કોણ લખશે માં મહાકાળી નું નામ જય... - जय माँ महाकाली पावागढ | Facebook###
.           .માતાની કૃપા

તાઃ૩/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપાથી મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં કુળદેવી માતાનો કૃપા મેળવાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરી વંદન કરાય,કૃપાએ કુળનેએ આગળ લઈજાય
....પવિત્રધર્મ હિંદુ છે ભારતની ધરતીપર,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પધારી જાય.
અનેકદેહ લઈ માતા અવનીપર આવી જાય,જે પાવનરાહની પ્રેરણા કરી જાય
કુદરતની આ અજબકૃપા ધરતીપર,જે મળેલ દેહને ભક્તિની રાહ આપી જાય
પાવનરાહ મળે જીવને જ્યાં પ્રભાતે,પ્રત્યક્ષ સુર્યદેવને વંદન કરી અર્ચના કારાય
મળેલદેહના જીવને પરમાત્માની કૃપાનો અનુભવ થાય,જે અંતે મુક્તિ દઈ જાય 
....પવિત્રધર્મ હિંદુ છે ભારતની ધરતીપર,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પધારી જાય.
માતાના પવિત્રદેહની કૃપા મળે દેહને,જે સમયસંગે સમજણ આપી જીવાડી જાય
સંસારમાં માબાપે મને આંગળી ચીંધી,કે આપણી કુળદેવી કાળકામાતાજ કહેવાય
શધ્ધાભાવથી પુંજન કરી વંદન કરાય,જે દેહને પવિત્રરાહ આપી સુખી કરી જાય
ૐ ક્રીમ કાલીયે નમઃ નો મંત્ર કરી,માતાને શ્રધ્ધાથી પ્રભાતે નમનકરી વંદન થાય
....પવિત્રધર્મ હિંદુ છે ભારતની ધરતીપર,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પધારી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++