March 13th 2021

અંજનીપુત્ર હનુમાન

શું તમે જાણો છો હનુમાનજીનો જન્મ કેવી રીતે થયો હતો, જાણો તેની જન્મ કથા - Suvichar Dhara
.          .અંજનીપુત્ર હનુમાન 

તાઃ૧૩/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પવિત્ર બજરંગબલી છે મહાવીર,જગતમાં શ્રીરામ ભક્ત કહેવાય
માતા અંજનીના લાડલાસંતાન,અવનીપર પવનપુત્રથી ઓળખાય
.....એવા પરમ શક્તિશાળી હનુમાન,જે પવિત્ર શ્રી રામને મદદ કરી જાય.
નિર્મળશ્રધ્ધાથી જીવન જીવતા,પરમાત્મા કૃપાએ સત્કર્મ કરી જાય
માતા પિતાના આશિર્વાદે દેહથી,પાવનરાહથી મહાવીર થઈ જાય
પવિત્રદેહ લીધો અયોધ્યામાં શ્રીરામથી,જે પ્રભુએદેહ લીધો કહેવાય
પત્નિ તરીકે સીતાજી મળ્યા જીવનમાં,સંગે ભાઈ લક્ષ્મણ મળીજાય
.....એવા પરમ શક્તિશાળી હનુમાન,જે પવિત્ર શ્રી રામને મદદ કરી જાય.
સમયની સાથે ચાલતા અનેક સ્પર્શ દેહને થાય,જે કર્મથી સમજાય 
લંકાના રાજા રાવણને કુદરતની કેડી મળી,જે સીતાને ઉપાડી જાય
શ્રીરામને નાકોઇ રાહમળી,જે પરમભક્ત હનુમાન ઉડીને શોધી જાય
શ્રી લક્ષ્મણને સંજીવનીથી બચાવી,સીતામાટે રાવણનુ દહન કરીજાય 
.....એવા પરમ શક્તિશાળી હનુમાન,જે પવિત્ર શ્રી રામને મદદ કરી જાય.
############################################################