March 9th 2021

પાર્વતીનંદન

###શ્રી ગણેશ સ્તુતિ###

.            .પાર્વતી નંદન

તાઃ૯/૩/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર શક્તિશાળી દેહલઈ પધાર્યા,જે પવિત્રભારતમાં શ્રીભોલેનાથ કહેવાય
પવિત્રકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના શિવલિંગને દુધથી અર્ચનાપણ કરાય
.....એવા વ્હાલ શંકર ભગવાન કહેવાય,જે હિમાલયની પુત્રીના પતિદેવ થઈ જાય.
અવનીપરના આગમનને દેહ કહેવાય,જે સમયને સાચવીને દેહથી આવીજાય
ભારતની ભુમીને પવિત્ર કરવા જન્મ લીધો,જે માતા પાર્વતી નંદનથી પુંજાય
ગજાનન ગણપતિ ભાગ્ય વિધાતા કહેવાય,સંગે વિઘ્નવિનાયકથીય ઓળખાય
પવિત્રપ્રેમથી ભોલેનાથ પવિત્રગંગા વહેવરાવી જાય,જે જીવને મુક્તિ દઈ જાય
ભારતદેશમાં સોમવારે શ્રધ્ધાથી પુંજન કરતા,પાવનકૃપા માનવ્દેહને મળી જાય
.....એવા વ્હાલ શંકર ભગવાન કહેવાય,જે હિમાલયની પુત્રીના પતિદેવ થઈ જાય.
માતાપાર્વતીના દીકરા શ્રીગણેશ શ્રીકાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી કહેવાય
ગણપતિના દેહપર પ્રભુની કૃપા,એ પત્નિ રીધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય 
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા ભક્તોપર,પિતા ભોલેનાથની કૃપાએ દયા કરીજાય
મળેલ માનવદેહપર પાવનક્ર્પા મળે પરમાત્માની,જે નિર્મળશાંંતિ આપી જાય
પાર્વતી પતિ મહાદેવને ૐ નમઃ શિવાય,સંગે પુત્ર ગણેશને ગજાનંદથી પુંજાય
.....એવા વ્હાલ શંકર ભગવાન કહેવાય,જે હિમાલયની પુત્રીના પતિદેવ થઈ જાય.
****************************************************************