March 24th 2021

માતા અંજની સંતાન

  જાણો કઈ રીતે થયો હતો હનુમાનજી નો જન્મ, કોન હતા માતા અંજની..... - આપણી ખબર  
.         .માતા અંજની સંતાન

તાઃ૨૪/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમશ્રધ્ધાએ પ્રાર્થના કરતા,માતા અંજની સંતાન પ્રેરણા આપી જાય
પવિત્ર ભાવનાથી વંદન કરતા શ્રીરામને,બજરંગબલી હનુમાન કહેવાય
.....એવા લાડલા હનુમાજીનેનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય. 
સમયની સંગે ચાલતા જીવનમાં,પરમાત્મા શ્રીરામના લાડલા થઈ જાય
મળેલદેહ પર માતાની કૃપા મળતા,જીવનમા પરમશક્તિના દર્શનથાય
અયોધ્યામાં લીધેલ પવિત્રદેહ શ્રીરામનો,સંગે પત્ની સીતાજી મળી જાય 
સીતારામના લાડલા ભક્ત શ્રી હનુમાન,કૃપાએ પરમ શક્તિશાળી થાય
.....એવા લાડલા હનુમાનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય.
શ્રીરામના પત્નિ સીતાને ઉઠાવી જાય,જે લંકાના રાજા રાવણ કહેવાય
મળેલદેહમાં શ્રીરામને તકલીફપડી,જે ભાઈ લક્ષ્મણને બેહોશ કરી જાય
શ્રધ્ધારાખી હનુમાન ઉડીને,સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણને બચાવીજાય
નાકોઇ અપેક્ષા રાખી હતી,એ સીતાજીને શોધી રાવણનુ દહન કરીજાય
.....એવા લાડલા હનુમાનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 24th 2021

કૃપાની જ્યોત

***શુક્રવારે કરો આ ઉપાય, મા લક્ષ્મી આપનુ ઘર સુખ-શાંતિથી પરિપૂર્ણ રાખશે***

.          .કૃપાની જ્યોત

તાઃ૨૪/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પરમકૃપા છે ભારતદેશ પર,જે પવિત્ર દેહથી જન્મી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહ ચીંધે,એ જીવને જન્મમરણથી છોડી જાય
....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
અવનીપરનું આગમન જીવનુ,ગત જન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય 
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવનાથી પુંજા કરાય
પરમાત્માએ દેહ લીધા ભારતમાં,જે દેવ અને પવિત્રમાતાથી જન્મી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,લક્ષ્મીમાતા ને વિષ્ણુ ભગવાનને વંદન થાય
....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
નિર્મળપ્રેમ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ ભાવનાથી સંબંધને સચવાય
પરમકૃપાળુ છે માતા લક્ષ્મીજી,જે મળેલદેહના જીવનમાં શાંંન્તિ આપી જાય
પાવનકૃપા મળી પ્રદીપને માતાની,રોજ ૐ મહાલક્ષ્મીયે નમોનમઃથી પુંજાય
ભક્તિનો સાગર ભારતમાં વહે છે,જ્યાં હિંદુધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય
....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
#################################################################