March 28th 2021

હોળી આવી

###how-to-do-holi-pujan-know-right-method-so-you-can-get-progress###

.            .હોળી આવી

તાઃ૨૮/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રતહેવાર આજે અમેરીકામાં ઉજવાય,જેને હેંદુ ધર્મમાં હોળી કહેવાય
શ્રધ્ધાથી પુંજાકરી હિંદુ ધર્મી સૌ,પુંજાકરી વધાવી હોળીનુ દહન કરી જાય
....એવો પવિત્રપ્રસંગ ઉજવાય હિંદુધર્મનો,દુનીયામાં હિંદુઓજ સમયે ઉજવી જાય.
પુંજન કરી હોળીનુ સૌ ભક્તોપર,કંકુ વરસાવીને સૌને ગરબે ઘુમાવી જાય
પરમકૃપા મળે ભક્તોને પરમાત્માની,જે સમયે પ્રસંગ ઉજવતાસૌને સમજાય
હિંદુધર્મમાં અનેક પવિત્ર પ્રસંગ વર્ષમાં ઉજવાય,જે પ્રભુનીકૃપા આપી જાય
માનવદેહને સમય સંગે ચાલવા,પરમાત્માની પવિત્ર પ્રેરણાજ જગતમાં થાય
....એવો પવિત્રપ્રસંગ ઉજવાય હિંદુધર્મનો,દુનીયામાં હિંદુઓજ સમયે ઉજવી જાય.
દર્શન કરી હોળીને વંદન કરતા,પરમાત્માનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય
દુનીયામાં હિંદુધર્મની પ્રેરણા ભારતથીમળે,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
પ્રસંગનો પ્રેમ એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહના જીવને સમયે મેળવાય
આજકાલને નાકોઇ રોકી શકે,પણ સમયસાથે ચાલતા પરમાત્માની કૃપા થાય
....એવો પવિત્રપ્રસંગ ઉજવાય હિંદુધર્મનો,દુનીયામાં હિંદુઓજ સમયે ઉજવી જાય.
################################################################

 

March 28th 2021

જય મા દુર્ગા

નવરાત્રી/ જગત જનની માં અંબાની આરતી

.           .જય મા દુર્ગા 

તાઃ૨૯/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમની ગંગા વહે દુનીયામાં,શ્રધ્ધાથી માતાને વંદન કરતા મેળવાય
પરમકૃપાળુ માતાદુર્ગાનો મંત્ર,ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાથાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
માતાનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જે સમયે સત્કર્મનો સંગાથ આપી જાય
સમયસંગે ચાલવા કૃપા મળે દેહને,એ શ્રધ્ધાભાવનાથી પુંજન કરાવી જાય
આંગણે આવી કૃપાજ મળે જીવનમાં,જ્યાં પ્રભાતે માતાને ધુપદીપ કરાય
પાવનરાહે જીવનજીવવા કૃપામળે માતાની,જીવનમા સુખશાંંતિ મળી જાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
પરમ શક્તિશાળી માતા હતા ભારતમાં,જે રાજા મહિસાસુરનેય મારી જાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરતા,જીવનમાં નાકોઇજ તકલીફ મળતી જાય
મારા જીવનમાં પવિત્રમાતા દુર્ગાની કૃપા છે,જે જીવનમાં સુખ આપી જાય
માનવજીવનમાં નાકોઇજ અપેક્ષા રહે,કે નાકોઇજ માગણી જીવનમાં રખાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
##############################################################