March 30th 2021

પરમકૃપાળુ પ્રેમ

હિંદુ ધર્મમાં ઘણા ભગવાન કેમ છે? કેમ લોકો એટલા ભગવાનને પૂજે છે? |

.           .પરમકૃપાળુ પ્રેમ

તાઃ૩૦/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
સમયની સાંકળ એ સંબંધદેહનો,જે જીવનમાં અનેકરાહે મેળવાય
પવિત્રપ્રેમ એ નિખાલસ ભાવનાથી મળે,ના મોહમાયા અડી જાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
મળેલ માનવદેહને સમયસંગે ચાલવા,સવારસાંજને સમજીને ચલાય
કુદરતની પવિત્રકૃપા મળેલદેહ પર,જે જીવનાદેહને કર્મકરાવી જાય
પરમકૃપાળુ પરમાત્માનો પ્રેમછે,જે શ્રધ્ધાથી પુંજા કરનારને સમજાય
પવિત્રદેહથી ભારતમાં પધાર્યા,એ પરમાત્માની પાવનકૃપાથી દેખાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
જન્મ મળેલ દેહને સમયસંગે,બાળપણ,જુવાની,ઘડપણ મળતુ જાય
કર્મ એજ જીવના દેહને સ્પર્શે,જે અવનીપર જન્મમ્રરણ આપી જાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,સમયે કોઇ તકલીફ નાથાય
શાંંતિની કૃપા થાય મળેલદેહને,જ્યાં વડીલોના આશિર્વાદ મળીજાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
March 30th 2021

માતા પાર્વતીપુત્ર

** જય શ્રી ગણેશ - Photos | Facebook**

           .માતા પાર્વતીપુત્ર

.તાઃ૩૦/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ     

માતા પાર્વતીના લાડલા દીકરા,હિંદુ ધર્મમાં એ ભાગ્યવિધાતાય કહેવાય
પવિત્રકૃપા મળી પિતા શંકરની,જે પ્રભુનાદેહથી શ્રીગણેશથી ઓળખાય
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
જગતમાં હિંદુધર્મ પવિત્ર ધર્મ છે,જ્યાં પરમાત્માની કૃપા દેહથી મેળવાય
અનેક પવિત્ર દેહથી પરમાત્માનુ આગમન થયુ,જે પવિત્રભુમી કરી જાય
શ્રધ્ધાભાવથી જીવનમાં ભક્તિ કરતા,જીવને મળેલદેહથી પવિત્રકર્મ કરાય
શંકરભગવાનને ભોલેનાથ પણ કહેવાય,જે ભાગ્યવિધાતાના પિતા કહેવાય
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
મળેલદેહના પવિત્રકર્મથી માબાપનો પ્રેમમળતા,વિઘ્નવિનાયકથી ઓળખાય
શ્રી ગણેશને સંસારી જીવનમાં,પત્નિ તરીકે રિધ્ધી સંગે સિધ્ધી મળી જાય
ભાઈ કાર્તિકેય મળ્યા અને બહેન અશોકસુંદરી મળીએ માબાપની કૃપાથઈ
કુટુંબમાં પુત્રી સંતોષી અને પુત્ર શુભાઅનેલાભ થયા,જે કુળને વધારી જાય 
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
March 30th 2021

પવિત્ર સંતાન

## ભગવાન શ્રી હનુમાનજી વિષે | Camp Hanumanji##

.            .પવિત્ર સંતાન   

તાઃ૩૦/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
માતા અંજનીના લાડલા સંતાન,જગતમા શ્રીરામના ભક્ત હનુમાન કહેવાય
અવનીપરના આગમનથીજ બોલાવાય,એજ પવનદેવના પુત્રથીય ઓળખાય
....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય.
પવિત્ર આશિવાદ મળે પરમાત્માના દેહને,જે અજબશક્તિથી મદદ કરી જાય
રાજા દશરથના સંતાન શ્રીરામ કહેવાય,પત્નિ સીતાને હનુમાન બચાવી જાય
આકાશમાં ઉડીને શોધીલાવ્યા સીતાજીને,જે આવીને પ્રભુશ્રીરામને કહી જાય
લંકાના રાજારાવણના દુશ્કર્મને પકડી,રામભક્ત હનુમાન રાવણનુ દહ કરીજાય
....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય.
પવિત્રસંતાન માતાઅંજનીના ને પિતાપવનપુત્ર,ભારતની ધરતી પવિત્ર કરી જાય
જગતમાં એ બજરંગબલી પણ કહેવાય,સમયે એસુવર્ચલાના પતિદેવ પણ થાય
હિંદુધર્મમાં અજબશક્તિશાળી દેહ છે,જે જગતમાં રામભક્તથી પણ ઓળખાય
સવારમાં ઉઠીને પુંજા કરતા હનુમાનને,ૐ હં હનુમંતે નમો નમઃથી વંદન કરાય 
....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય.
####################################################################