April 6th 2021

કૃપાની પવિત્રકેડી

**શ્રી ગણેશ કથા – ઉત્પત્તિ – શિવપુરાણ – Jain Kranti | જૈન ક્રાંતિ **
.           .કૃપાની પવિત્રકેડી

તાઃ૬/૪/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમ મળે માબાપનો જીવનમાં,જે મળેલદેહની જ્યોત પ્રગટાવી જાય
ભોલેભંડારીના લાડલા દીકરા શ્રીગણેશ,જે ગજાનંદ ગણપતિ પણ કહેવાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
પવિત્ર શક્તિશાળી હિંદુધર્મમાં શંકર ભગવાન,જે ભોલેનાથથી ઓળખાય 
ભારતમાં હિમાલયની પુત્રીપાર્વતી,એશંકર ભગવાનની જીવનસંગીની થાય
પાવનકૃપાએ જીવતા જીવનમાં,પુત્ર કાર્તિકેય અને પુત્રી અશોકસુંદરી થાય
પવિત્ર ભગવાનનુ કુળ ધરતીપર જન્મ્યુ,જેની શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ કરાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
શંકર ભગવાનને બમબમભોલે મહાદેવ હરથી પુંજાય,સંગે પાર્વતીનેય પુંજાય
પવિત્રકેડી જીવનમાં ગણપતિને મળી,જે રીધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય
જગતમાં એભાગ્યવિધાતા કહેવાય,સંગે ગણપતિને વિધ્નવિનાયકપણ કહેવાય
તેમનાજીવનમાં પવિત્રસંતાન થયા,જે શુભ અને લાભથી જગતમાં ઓળખાય 
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
#################################################################
April 6th 2021

અંજનીના સંતાન

  Hanuman Stories, Birth of Hanuman, Birth of Maruthi, Anjani, Kasari ... | હનુમાનજીની જન્મકથા
.           .અંજનીના સંતાન

તાઃ૬/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
જયહનુમાન જયહનુમાન એ રામભક્ત,જે માતા અંજનીના લાડલા સંતાન
પિતા પવનદેવનાય પુત્ર જગતમાં,જે મહાવીર બજરંગબલીથીય ઓળખાય
....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય.
પવિત્રદેહ મળ્યો માતા અંજનીની કૃપાએ,એ પવનદેવના પ્રેમથી જન્મીજાય
કુદરતની પાવનકેડી પકડી જીવનમાં,જે પ્રભુએ લીધેલદેહ શ્રીરામનો કહેવાય
અવનીપર આફતઅડીં શ્રીરામને,જે ભાઇ લક્ષ્મણને બેહોશ થતાજ સમજાય
પવિત્રશક્તિશાળી હનુમાને કૃપાકરી,જે ઉડીને સંજીવની લાવી બચાવી જાય
....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય.
મળેલ માનવદેહથી જીવનમાં મદદકરી,એ રાજા દશરથના દીકરાથી મેળવાય
પવનદેવની કૃપા એ ઉડીને ગયા,જ્યાં શ્રીરામની પત્ની સીતાને શોધી લવાય
પરમાત્માએ ભારતમાં દેહ લીધો,જેમને મહાવીરનો સાથ જીવનમાં મળી જાય
હનુમાન શ્રીરામ,લક્ષ્મણને ઉડાવી લાવી,રાજા રાવણનુ એ દહનપણ કરી જાય
....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય.
=================================================================