April 29th 2021

શ્રધ્ધાની પકડ

ભગવાન તો ભક્તવત્સલ છે, ભાવનાના ભૂખ્યા છે | નવગુજરાત સમય

.         .શ્રધ્ધાની પકડ 

તાઃ૨૯/૪/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલદેહને કર્મનીકેડી સ્પર્શે,જે આગમન વિદાય આપી જાય
માનવ જીવનમાં અનેક પવિત્ર રાહ મળે,એ દેહના વર્તનથી દેખાય
....પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જે જીવનમાં સમયને સમજીને જીવાય.
અનેક દેહ પ્રભુએ લીધા ભારતની ભુમીપર,જે ધાર્મીક રાહેજ પુંજાય
કુદરતની આ પવિત્રલીલા જગતપર,જે જીવને પવિત્રકર્મ આપી જાય
શ્રધ્ધાની પાવનકૃપા પ્રભુની જીવપર,જે શ્રધ્ધાશબુરીથી સમજાઇ જાય
ગજાનંદ શ્રી ગણેશ પવિત્રપુત્ર ભોલેનાથના,જે વિધ્નવિનાયક કહેવાય
....પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જે જીવનમાં સમયને સમજીને જીવાય.
ગોવિંદબોલો હરિ ગોપાલબોલો,એજ લાડલા શ્રી કૃષ્ણથીય ઓળખાય
અનેકનામ મળે પ્રભુને લીધેલદેહને,જે પવિત્ર ભાવનાથી ભક્તિ કરાય
હિંદુ ધર્મમાં શ્રધ્ધાની પકડ રાખતાજ,મળેલ દેહપર પ્રભુની કૃપા થાય
જે સમયે પવિત્રરાહ મળતા દેહના,જીવને જન્મમરણથી બચાવી જાય
....પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જે જીવનમાં સમયને સમજીને જીવાય.
###############################################################