April 15th 2021

ચંંદ્રઘંટા માતા

** ત્રીજા દિવસે કરોમાં ચંદ્રઘંટાની પૂજા, આ દેવી છે દિવ્ય શક્તિના આપનારા - Sandesh**

.              .ચંન્દ્રઘંટા માતા       

તાઃ૧૫/૪/૨૦૨૧  (ચૈત્રી નવરાત્રી ત્રણ) પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
હીન્દુ ધર્મમાં માતા દુર્ગાના,નવ સ્વરૂપની ચૈત્રી નવરાત્રીમાં પુંજા થાય
આજે ત્રીજા નોરતે માતા ચંન્દ્રઘંટાને,ગરબે ઘુમી ભક્તોથી વંદન કરાય
....એજ પવિત્ર માતા દુર્ગાની કૃપા છે,જે નવરાત્રીમાં ભક્તો શ્રધ્ધાથી ગરબા ગાય.
સમય સમજીને ચાલતા હિંદુ ધર્મમાં,મળેલદેહ પર માતાનીજ કૃપા થાય
તાલી પાડીને ભજનસંગે ગરબેઘુમતા,ભક્તોને માતાનો પ્રેમ મળતો જાય
દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર થાય,જે જીવનમાં શાંંતિ આપી જાય
ગરબે ઘુમી માતાની ધુપદીપથી આરતી કરી,પવિત્ર પ્રસંગને માણી જાય
....એજ પવિત્ર માતા દુર્ગાની કૃપા છે,જે નવરાત્રીમાં ભક્તો શ્રધ્ધાથી ગરબા ગાય.
નવરાત્રીના નવ દીવસ હિંદુ ધર્મમાં માતાનો પ્રેમ,સમયેજ કૃપા કરી જાય
પવિત્ર કૃપાળુ દુર્ગા માતા છે,જે ભક્તોની સેવાસ્વીકારી પ્રેમથી રાજી થાય
મળેલદેહને સમય સંગે ચાલતા,માતાની અનંત પ્રકારની કૃપા મેળવી જાય
માતાની પવિત્રકૃપા મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી મંત્ર કરાય
....એજ પવિત્ર માતા દુર્ગાની કૃપા છે,જે નવરાત્રીમાં ભક્તો શ્રધ્ધાથી ગરબા ગાય.
##################################################################
April 15th 2021

સંત જલા સાંઇ

**जलाराम बापा या साईं बाबा | Vedanuragi** 
.          .સંત જલા સાંઈ 
તાઃ૧૫/૪/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને પવિત્રદેહ મળ્યો વિરપુરમાં,જે ઠક્કર કુળને પવિત્ર કરી જાય
પવિત્રજીવે જન્મ લીધો પાથરી ગામમાં,જે સાંઇબાબાથી ઓળખાય
... વિરપુરવસી જલારામ કહેવાય,અને શેરડીવાસીને સાંઇબાબા કહેવાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્માકૃપાથી દેહ લઈ આવી જાય
વિરપુરમાં જન્મ લીધો રાજબાઈ માતાથી,પિતા પ્રધાનઠક્કર કહેવાય
જગતમાં માનવદેહને આંગળી ચીંધી,ભુખ્યાને ભોજનથી કૃપાકરીજાવ
પરમાત્માની કૃપા મળશે જીવને,જે દેહનાજીવને અંતે મુક્તિ દઈજાય 
... વિરપુરવસી જલારામ કહેવાય,અને શેરડીવાસીને સાંઇબાબા કહેવાય.
જીવના જન્મને અવનીપર ધર્મ મળે,જે સમય સંગે ચાલતાજ સમજાય
માનવદેહને રાહ ચીંધવા માટે શેરડી આવ્યા,એ સાંઇથીજ ઓળખાય
દ્વારકામાઈની કૃપા મળી સાંઇબાબાને,જે જીવનમાં શાંંતિ આપી જાય
હિંદુ મુસ્લીમ ધર્મની ઓળખઆપી.એ શ્રધ્ધાશબુરીથી પવિત્ર થઈ જાય
... વિરપુરવસી જલારામ કહેવાય,અને શેરડીવાસીને સાંઇબાબા કહેવાય.
***********************************************************

	
April 15th 2021

ભવસાગર

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-2.png છે

.           .ભવસાગર

તાઃ૧૫/૪/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહના જીવપર પ્રભુની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય 
મળેલદેહને કર્મનોસંબંધ છે અવનીપર,જે જીવને જન્મમરણથી મળતો જાય 
...પવિત્ર ભાવનાથી હિન્દુધર્મમાં,પ્રભુએ અનેકદેહ લીધા જે ભવસાગરથી છોડી જાય 
પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં ભગવાનની પવિત્રભાવનાથી પુંજા થાય 
અનેક દેહ લઈ ભગવાન ભારતમાં જન્મ્યા,જે માનવદેહને શ્રધ્ધાએજ મેળવાય
કુદરતની આજ લીલા છે ન્યારી હિન્દુ ધર્મમાં,એ પ્રત્યક્ષદેહથી જન્મ લઈજાય
મળેલ માનવદેહના જીવ પર કૃપાકરી,એને ભવસાગરથી દેહને પાર કરી જાય
...પવિત્ર ભાવનાથી હિન્દુધર્મમાં,પ્રભુએ અનેકદેહ લીધા જે ભવસાગરથી છોડી જાય 
પવિત્ર ધર્મ હિન્દુ છે દુનીયામાં,જેમાં અનેક દેહથી પરમાત્મા જન્મી જાય
જીવનમાં પ્રભુના દેહની શ્રધ્ધાથી ઘરમાં,પુંજા અર્ચના સંગે ધુપદીપ કરાય
મળેલદેહ પર પાવનકૃપા થતાજ,જીવનમાં પવિત્રપ્રેમથી સંસાર સુખી થાય
એ શ્રધ્ધાની ભક્તિથી રાહ મળે પ્રભુકૃપાએ,નાકદી કોઇ અપેક્ષા અડીજાય
...પવિત્ર ભાવનાથી હિન્દુ ધર્મમાં,પ્રભુએ અનેકદેહ લીધા જે ભવસાગરથી છોડી જાય.
####################################################################