April 11th 2021

મા દુર્ગાને વંદન

**આજથી શરુ થઇ રહી છે ચૈત્રી નવરાત્રી, જાણો કઈ રીતે કરવી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા - CLOWN'S HAT**
.           .મા દુર્ગાને વંદન

તાઃ૧૧/૪/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા રાખીને પરમાત્માને વંદન કરતા,મળેલ દેહને શાંંતિ મળી જાય
ભારતની ભુમીને પરમાત્માએ દેહલઈ,જગતમાં પવિત્ર ધરતી કરી જાય
....હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલઈ,અવનીપરના જીવોને જન્મમરણથી છોડી જાય.
પવિત્ર માતાનો દેહ લીધો હતો ભારતમાં,જે માતા દુર્ગાથીજ ઓળખાય
જીવને મળેલદેહ એગતજન્મના કર્મનોસંબંધ,જગતમા નાકોઇથી છટકાય
પવિત્રકૃપાળુ માતા દુર્ગાએ દેહ લીધો,સમયે માતા નવ સ્વરૂપ લઈજાય
હિંદુ ધર્મના પવિત્ર નવરાત્રીના તહેવારે,નવદુર્ગા માતાને ગરબાથી પુંજાય
....હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલઈ,અવનીપરના જીવોને જન્મમરણથી છોડી જાય.
માતાના નવસ્વરૂપને નવદીવસે ગરબે રમતા,માતાની પાવનકૃપા મેળવાય
માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા નો મંત્ર જપી પુંજા અર્ચના કરાય
પવિત્ર શક્તિશાળી માતાહતા,જે અભિમાની રાજા મહિશાસુરને મારી જાય
મળેલ દેહને પવિત્રરાહ મળે જીવનમાં,જે માતાની પાવનકૃપાથી મળી જાય
....હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલઈ,અવનીપરના જીવોને જન્મમરણથી છોડી જાય.
################################################################

 

April 11th 2021

પ્રેમની સાંકળ

***સાચા ઇશ્વરભક્તને બીજાઓનું દુઃખ જોઈને તેની આંખો માંથી દયાનું ઝરણું ફૂટી નીકળે છે | નવગુજરાત સમય***
.           .પ્રેમની સાંકળ

તાઃ૧૧/૪/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમપ્રેમ મળે મળેલદેહને જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપાથી મેળવાય
જીવને સંબંધ છે કર્મનો જે મળેલદેહને થઈ રહેલ કર્મથી સમયથી સમજાય
....જગતમાં પ્રેમની સાંકળ પવિત્ર ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મ દઈ જાય
માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્મા એ લીધેલદેહની કૃપા મેળવાય
અનેક દેહથી જીવનુ આગમન થાય અવનીપર,ફક્ત મનુષ્યદેહ સમજતો જાય
મળેલ પ્રાણી પશુના દેહ એ નિરાધાર જીવન,નાકોઇથી કદી એને દુર કરાય
એ લીલા પરમાત્માની જગતપર,નાકોઇ દેહથી કદી પ્રેમની સાંકળથી છટકાય
....જગતમાં પ્રેમની સાંકળ પવિત્ર ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મ દઈ જાય
મળેલદેહને થયેલ કર્મનો સંગાથ મળે,જે જીવનમાં સમયસંગે ચાલવા લઈ જાય
જગતમાં માનવદેહને અનેકરાહે પરમાત્મા પ્રેરી જાય,દેહને સરળતા આપી જાય
માનવદેહ એજ કૃપા પરમાત્માની જીવપર,જે જીવનાદેહને સમજણથી પ્રેરી જાય
જન્મ મરણનો સંબંધ છે જગતમાં મળેલ દેહને,ના કોઇજ દેહથી કદીય છટકાય
....જગતમાં પ્રેમની સાંકળ પવિત્ર ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મ દઈ જાય
=================================================================