April 16th 2021
**++
. .જ્યોત પ્રગટી
તાઃ૧૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા અવનીપર,જે સમય સંગે ચાલતા દેહથી મેળવાય
જગતમાં જીવને સંબધ છે કર્મથી,એ પવિત્ર કુદરતની લીલાજ કહેવાય
....પરમાત્માની કૃપાએ માનવદેહ મળે જીવને,જે સમયની સમજણ આપી જાય.
લાગણી મોહ એ જીવનની કેડી,પવિત્રકર્મના વર્તનથી જીવનમાં દેખાય
પવિત્ર્રરાહે ચાલવા પરમાત્માને વંદનકરી,શ્રધ્ધાભક્તિથી કૃપા મળી જાય
માનવ જીવનમાં નાકોઇ અપેક્ષા રાખતા,પ્રભુના પવિત્રદેહની કૃપા થાય
ભારતની ભુમીને પરમાત્માએ પવિત્રકરી,જે તેમના જન્મમરણથી દેખાય
....પરમાત્માની કૃપાએ માનવદેહ મળે જીવને,જે સમયની સમજણ આપી જાય.
મળેલદેહને પવિત્ર જીવનની જ્યોતમળે,જે પવિત્ર ભક્તિમાર્ગે દોરી જાય
શ્રધ્ધા રાખીને લીધેલ ઘરમાંજ ધુપદીપ કરતા,જીવપર પ્રભુની કૃપા થાય
પવિત્રરાહે જીવવા પ્રભુકૃપા મળે,જે વર્તનથી જીવનીજ્યોત પ્રગટાવીજાય
એ જીવનમાં પવિત્રકર્મની રાહઆપે,નાકળીયુગની કોઇ અસરઅડી જાય
....પરમાત્માની કૃપાએ માનવદેહ મળે જીવને,જે સમયની સમજણ આપી જાય.
****************************************************************
April 16th 2021
++++
. .શ્રધ્ધાની પકડ
તાઃ૧૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા માનવદેહને,ના કોઇજ આફત અડી જાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,જયાં શ્રધ્ધાથી ભક્તિ થાય
.....જગતમાં માનવદેહની એજ પકડ છે,જયાં સમયને સમજીને કર્મ કરાય.
જીવને અવનીપર દેહ મળે,જે ગત જન્મના થયેલ કર્મથી મેળવાય
મળેલદેહને સંબંધ છે શ્રધ્ધાનો,જે પ્રભુની પવિત્રકૃપાથીજ સમજાય
જીવને સમયનો સ્પર્શ થાય,જે દેહથી થઈ રહેલ કર્મથી જ દેખાય
અદભુતકૃપા મળેલદેહપર,એ પરમાત્માનો પાવનપ્રેમ મળ્યો કહેવાય
.....જગતમાં માનવદેહની એજ પકડ છે,જયાં સમયને સમજીને કર્મ કરાય.
જીવને જન્મ મળતાજ દેહ મળે,જે અનેક સ્વરૂપથી સમજાઈ જાય
સમજણનો સંગાથ મળે જીવને,જે જન્મ થતાજ માનવદેહ મેળવાય
પરમાત્માની કૃપાજ મળે દેહને,જ્યાં શ્રધ્ધાની પકડથી ભક્તિ કરાય
સમય નાપકડાય કોઇથી જીવનમાં,પણ સમયસંગે ચાલતા કૃપાથાય
.....જગતમાં માનવદેહની એજ પકડ છે,જયાં સમયને સમજીને કર્મ કરાય.
###########################################################