પવિત્ર પ્રેમ જ્યોત
. .પવિત્ર પ્રેમ જ્યોત તાઃ૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,જે માનવદેહને પાવનરાહે લઈ જાય મળે પવિત્ર પ્રેમ જીવનમાં,એ મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય ....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય. માનવદેહને કર્મનો સંબંધ છે,જે જીવને મળતા દેહોને કર્મ કરાવી જાય પાવનપ્રેમ મળે જીવનમાં,જે પવિત્રરાહે જીવતા માનવનો પ્રેમ મળીજાય જીવનમાં માગણી કે નાકોઇ અપેક્ષા રહે,એજ નિખાલસ પ્રેમથી દેખાય અવનીપર મળેલ માનવદેહને સંબંધ કર્મનો,જે પવિત્ર ભક્તિથી સચવાય ....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય. નિખાલસરાહે જીવનજીવતા દેહપર,ભગવાનની પાવનકૃપા દેહને મળીજાય પવિત્ર પરમાત્માના દેહની માળાથી પુંજનકરતા,પરમ પવિત્રપ્રેમ મેળવાય આંગણેઆવી પ્રભુનીકૃપા મળે,જે જીવનાદેહને પરિવારસહિત આનંદથાય માનવદેહને નિખાલસ પ્રેમીઓનો સાથ મળે,જે તકલીફથી બચાવી જાય ....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય. =============================================================