April 7th 2021
***
***
. .પ્રભાતના દર્શન
તાઃ૭/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ અને પવિત્ર શક્તિશાળી,દુનીયામાં જે સુર્યદેવજ કહેવાય
પાવનરાહ જીવોના દેહને સવારથીજ મળે,જે માનવતા મહેંકાવી જાય
....જગતમાં સુર્યનારાયણ દેવનુ આગમન થતા,દુનીયાને સવાર આપી જાય.
પરમશ્રધ્ધાથી પ્રભાતે અર્ચના કરી,ૐ હ્રી સુર્યાય નમઃમંત્રથી વંદનથાય
અબજો વર્ષોથી દુનીયામાં,સવાર અને સાંજ આપી કૃપાજએકરી જાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર જન્મ મળતા મેળવાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યદેવજ છે,જે જગતમાં જીવોને સમયથી સમજાય
....જગતમાં સુર્યનારાયણ દેવનુ આગમન થતા,દુનીયાને સવાર આપી જાય.
હિંદુ ધર્મમાં ભારતમાં અનેક પ્રભુનાદેહથી,જન્મ લઈ ધર્મભક્તિ દઈજાય
અનેક મંદીરથી માનવદેહને ભક્તિએ પ્રેરી,જીવને જન્મમરણ મળી જાય
અવનીપરના આગમનનો સંબંધછે જીવને,જે થયેલ કર્મથી મળતો જાય
મળેલદેહને સમયે મૃત્યુ મળતા,પરમાત્મના દેહના મુર્તિથી દર્શન કરાય
....જગતમાં સુર્યનારાયણ દેવનુ આગમન થતા,દુનીયાને સવાર આપી જાય.
##############################################################
April 7th 2021

. . ંનિખાલસ ભક્તિ
તાઃ૭/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બારતદેશની ભુમીને પવિત્ર કરવા,પરમાત્માની પ્રેરણાએ મંદીર કરાય
નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,પવિત્ર દેવોની કૃપા જીવનમાં થાય
....એ પવિત્ર ભાવનાથી પુંજા કરતા,જીવપર પરમાત્માની પવિત્રકૃપા થઈ જાય.
જીવને સંબંધ અવનીપર મળેલદેહથી,પાવનકૃપાએ માનવદેહ મેળવાય
સૃષ્ટિના સર્જનહાર પરમાત્માજ છે,એ જગતના જીવોને સમયે સમજાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે નિખાલસ ભક્તિથી મળીજાય
પવિત્રધર્મ હિંદુ છે દુનીયામાં,જે અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
....એ પવિત્ર ભાવનાથી પુંજા કરતા,જીવપર પરમાત્માની પવિત્રકૃપા થઈ જાય.
માનવજીવનમાં કર્મનો સબંધ મળે,જે પવિત્રકુળને કૃપાએજ વધારી જાય
પરમાત્માની પાવનપ્રેરણા મળે,જે નિખાલસ ભક્તિથી પવિત્ર પુંજા કરાય
અનેકદેહથી પધાર્યા ભારતની ભુમીપર,એ પવિત્રનામથી અનેકમંદીર થાય
પવિત્રકૃપા મળે પ્રભુની,જે મળેલ દેહને પવિત્રરાહે લઈ મુક્તિ આપી જાય
....એ પવિત્ર ભાવનાથી પુંજા કરતા,જીવપર પરમાત્માની પવિત્રકૃપા થઈ જાય.
===============================================================