April 13th 2021
###
###
. .આંગણે આવે
તાઃ૧૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહ પર પરમાત્માની કૃપાએ,જીવનમાં પાવનરાહ મળી જાય
શ્રધ્ધા રાખીને પુંજનઅર્ચન કરતા,સમયે પ્રભુ આંગણે આવી જાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
અવનીપરના દેહથી સમયની સાથે ચાલતા,પવિત્રપ્રેમનો સંગાથ મળે
પવિત્રરાહે જીવન જીવતા દેહોને,માતાની કૃપાએ સંબંધી મળી જાય
પ્રેમ પકડીને આંગણે આવતો મિત્ર,જીવનમાં પવિત્ર ખુશી દઈ જાય
શ્રધ્ધાથી કરેલ પવિત્ર ભક્તિ જીવનમાં,પ્રેમના સાગરને વહાવી જાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
કુદરતની અનંત લીલા છે ધરતીપર,ના કોઇથી સમયને છોડીને જવાય
જગતમાં પવિત્રધરતીજ ભારતની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
પરમાત્માના પવિત્ર દેહને વંદન કરી,ધુપદીપ કરીને ઘરમાંજ પુંજા કરાય
માનવદેહથી ઘરનાઆંગણે અર્ચના કરતા,પ્રભુનીકૃપા ઘરમાંજ આવીજાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
*********************************************************
No comments yet.