April 28th 2021

માતાનો પવિત્રપ્રેમ

  આ ગુણો ધરાવતા વ્યક્તિના ઘરમા માતા લક્ષ્મી કરે છે સદાય માટે વાસ, જાણો... - AmeGujjus
          .માતાનો પવિત્રપ્રેમ
  
તાઃ૨૮/૪/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાથી માતા લક્ષ્મીની ભક્તિ કરતા,માતાનો પવિત્રપ્રેમ મળી જાય
પાવનકૃપાળુ શ્રી વિષ્ણુ ભગવાનની,એ જીવનસંગીનીથીય ઓળખાય
....એવા પરમવ્હાલા માતા હિંદુ ધર્મમાં,જે ધનલક્ષ્મી માતાથી પુંજન કરાય.
જગતમાં મળેલ માનવ દેહને જીવનમાં,અનેકરાહે કર્મથી જીવન જીવાય
માનવજીવનમાં શ્રધ્ધાથી લક્ષ્મીમાતાને પુંજાય,જે ધનની વર્ષા કરી જાય
સુખશાંંતિની વર્ષા થાય મળેલદેહપર,જે કુટુંબમાં અનંતસુખ આપી જાય
એજ વ્હાલા લક્ષ્મીમાતાની કૃપાથઈ,એ માનવદેહને નાઆફત અડી જાય
....એવા પરમવ્હાલા માતા હિંદુ ધર્મમાં,જે ધનલક્ષ્મી માતાથી પુંજન કરાય.
પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,વિષ્ણુ ભગવાનની પાવનકૃપા મળી જાય
સાથે પ્રેમથી કૃપા મળે માતા લક્ષ્મીની,જે જીવનમા સુખ વરસાવી જાય
માતાનો પવિત્રપ્રેમ જીવના થયેલકર્મથી,દેહને મળે જે સમયસંગે લઈજાય
નાકોઇજ અપેક્ષા કે આશારહે જીવનમાં,એ માતાની પવિત્રકૃપા કહેવાય
....એવા પરમવ્હાલા માતા હિંદુ ધર્મમાં,જે ધનલક્ષ્મી માતાથી પુંજન કરાય.
############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment