July 11th 2021
***
***
. .પવિત્રકૃપાની કેડી
તાઃ૧૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને દુર્ગા માતાને પ્રાર્થનામાં,ધુપદીપ કરીને વંદનકરતા કૃપા મેળવાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જે નવરાત્રીના નવસ્વરૂપે પણ પ્રગટ થાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
જીવને મળેલદેહને જીવનમાં સમયનો સાથ મળે,જે માતાની કૃપાએજ સમજાય
માનવદેહ એગતજન્મના કર્મથીમળીજાય,જેપવિત્રકૃપાએ શ્રધ્ધાભક્તિ આપી જાય
અદભુતકૃપાળુ છે દુર્ગામાતા જગતમાં,જે જીવનાદેહને પવિત્રકૃપાએજ મળી જાય
પવિત્રકૃપા મળે માતાની જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા ધરમાં થાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
અનેક પવિત્ર દેવ દેવીઓથી જન્મ લીધો ભારતમાં,જે ભુમીને પવિત્ર કરી જાય
માનવદેહના જન્મને સાર્થક કરવાથી,અંતે દેહથી વિદાયમળતા મુક્તિ મળીજાય
જીવના અવનીપરના સંબંધને,માતાની પવિત્રકૃપાએ જીવ જન્મમરણ છુટી જાય
એ દુર્ગામાતાની પવિત્રકૃપા માનવદેહ પર,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
#################################################################
No comments yet.