July 17th 2021
૮૮૮
૮૮૮
. .આરાસુરના માતાજી
તાઃ૧૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપાળુ એવા વ્હાલા માતા અંબાજી,આરાસુરથી આવી જાય
ભક્તોની પવિત્રશ્રધ્ધા પારખી,ગરબે રમતા ભક્તોપર કૃપા કરી જાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
તાલી પાડીને ગરબે ધુમતા દાંડીયા રાસ સંગે,માતાના ભજન ગવાય
શ્રધ્ધા રાખીને ભાવનાથી વંદન કરતા,ભક્તોને કૃપાનો અનુભવ થાય
પ્રેમથી આરાસુરથી માતા અંબા આવ્યા,એ ભાવિક ભક્તોથી ગવાય
નાકોઇજ આશા કે નાકોઇ અપેક્ષા,એ મળેલદેહને કૃપાથી અનુભવાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટે જગતમાં,જ્યાં પરમાત્માનાદેહને વંદનથાય
અનેક પવિત્રદેહ લીધા ભારતદેશમાં,જે દેવ દેવીઓથી જન્મ લઈ જાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને ધુપદીપ કરાય
મળેલદેહને ગતજન્મના થયેલ કર્મને,માતાની કૃપાથી મુક્તિ મળી જાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
=========================================================
July 17th 2021

. .જય પવનપુત્ર
તાઃ૧૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી શ્રીરામના લાડલા,જગતમાં બજરંગબલીથીજ ઓળખાય
પવિત્ર ભક્તિદાતા માતા અંજનીનાસંતાન,એ લાડલા પવનપુત્ર પણ કહેવાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના,ચરણમાં રાખવા લંકાનુ એ દહન કરી જાય.
શ્રી રામના પત્ની સીતાને લંકામાં શોધી,શ્રીરામ લક્ષ્મણને એ મદદ કરી જાય
પવનપુત્રને લાયકાત મળી,જે આકાશમાં ઉડીને શ્રી રામને લંકામાં લાવી જાય
સીતામાતાને બચાવવા પતિ શ્રી રામને,અનેકરીતે મળેલ શક્તિથી મદદ કરાય
પવનદેવની પરમકૃપાએ સંતાન હનુમાનને,શ્રી રામસીતાની પવિત્રકૃપા મળીજાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના,ચરણમાં રાખવા લંકાનુ એ દહન કરી જાય.
હિંદુ ધર્મમાં પવિત્ર શક્તિશાળી ભક્ત છે,જેમની પુંજા કરતા દેહપર કૃપા થાય
પ્રભુશ્રીરામના ભક્ત જેમનેહનુમાન,સંગે બજરંગબલીમહાવીર અંજનીપુત્ર કહેવાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા હનુમાન ચાલીસા,વાંચતા પવિત્રકૃપાનો અનુભવ થાય
નાકોઇ આશાઅપેક્ષા રાખીને સેવાકરતા,જીવનમાં નાકોઇજ તકલીફકદી મેળવાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના ચરણમાં,રાખવા લંકાનુ એ દહન કરી જાય.
###################################################################