July 18th 2022
પવિત્રપ્રેમની સમજ
તાઃ૧૮/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલતા મળેલદેહપર,પરમાત્માની પાવનકૃપાય મળી જાય
મળે પવિત્રપ્રેમ જીવનસંગીનીનો દેહને,જે મળેલદેહનીઆંગળી પકડીજાય
....એ પવિત્રપ્રેમની કેડી મળી દેહને,જે જીવનમાં સમયની સાથેજ લઈ જાય.
માનવદેહને જીવનમાં શ્રધ્ધાની ભક્તિથી,પાવનરાહ મળે એ પ્રેમ કહેવાય
નિખાલસપ્રેમની નાકોઇ અપેક્ષા જીવનમાં રહે,એ પાવનક્રુપા પ્રભુની થાય
જીવને મળૅલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ગતજન્મનો પ્રેમ દેહને મલિ જાય
ના મોહમાયાનો સંગાથ રહે એજ,પ્રભુની કૃપાએ સમયે નજીક લાવી જાય
....એ પવિત્રપ્રેમની કેડી મળી દેહને,જે જીવનમાં સમયની સાથેજ લઈ જાય.
જગતમાં નાકોઇ જીવના દેહની તાકાત,કે એ સમયથી દુર રહી જીવી જાય
પરમાત્માના અનેકદેહથી જન્મ લઈ,ભારતદેશને પ્રભુજ પવિત્રદેશ કરી જાય
હિન્દુધર્મ જગતમાં પવિત્ર ધર્મ થયો,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પવિત્ર નિખાલસ પ્રેમ મળે મને,જે ગતજન્મના દેહના પવિત્રપ્રેમથી મેળવાય
.....એ પવિત્રપ્રેમની કેડી મળી દેહને,જે જીવનમાં સમયની સાથેજ લઈ જાય.
###############################################################
No comments yet.