July 23rd 2022

પવિત્ર ભાવનાથી ભક્તિ

**આસુરી તત્વોના નાશ અને દૈવી શક્તિઓના સન્માનનો તહેવાર 'હોળી' - Morbi Update**

.                               .પવિત્ર ભાવનાથી ભક્તિ

તાઃ૨૩/૭/૨૦૨૨                                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા મળે પરમાત્માની જીવનમાં,એ મળેલદેહને પાવનરાહે લઈ જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિ કરતા,માનવદેહને જીવનમાં સુખમળીજાય
….માનવદેહના જીવને જગતમાં કર્મનો સંબંધ,એ અવનીપર જન્મમરણથી મેળવાય.
માનવદેહને પાવનકૃપા મળે શ્રધ્ધાથી,જ્યાં ઘરમાં ભગવાનની પુંજાકરી જાય
જીવને સંબંધ અવનીપરના આગમનનો,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મી જાય
હિન્દુધર્મ એ પવિત્ર ધર્મ છે જગતમાં,જે ભારતદેશથી જગતમાં કૃપાકરીજાય
….માનવદેહના જીવને જગતમાં કર્મનો સંબંધ,એ અવનીપર જન્મમરણથી મેળવાય.
જીવને પ્રભુનીકૃપાએ માનવદેહમળે,જે જીવને અનેકદેહનાજન્મથી બચાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે દેહને સમયની સાથે ચલાવી જાય
લાગણી માગણીએ મળેલદેહને સમયે મળે,ના અપેક્ષા કે આશા કદી રખાય
મળેલદેહને સમયની સાથે ઉંમર મળી જાય,એ પ્રભુની પાવનકૃપાજ કહેવાય
….માનવદેહના જીવને જગતમાં કર્મનો સંબંધ,એ અવનીપર જન્મમરણથી મેળવાય.
####################################################