July 4th 2022

અનુભવનો સાથ

 રાશિફળ ૧ માર્ચ : આ ૩ રાશિઓ માટે ધન પ્રાપ્તિનાં યોગ લઈને આવ્યો છે મહિનાનો પહેલો દિવસ - Adhuri Lagani
.           .અનુભવનો સાથ

તાઃ૪/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને અનુભવ આપી જાય
જગતમાં સમયનો સંગાથ રાખીને જીવન જીવતા,પ્રભુનીકૃપા મળી જાય
...અવનીપર જીવનુ આગમન અનેકદેહથી થાય,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય.
ગતજન્મના મળેલદેહના થયેલ કર્મથી,જીવને જન્મમરણનો અનુભવ થાય
પરમાત્માની પાવનકૃપા મળે,જે જીવને માનવદેહથી આગમન આપીજાય
જીવને અનેકદેહનો સંબંધ,પ્રભુનીકૃપાએ નિરાધાર દેહથીજ બચાવી જાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધરહે,જે દેહને અનેકકર્મથી જીવનજીવાય 
...અવનીપર જીવનુ આગમન અનેકદેહથી થાય,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય.
જગતમાં મળેલદેહને પ્રભુનીકૃપામળે,જે દેહને શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
પવિત્રકૃપાથી ભક્તિની પ્રેરણા મળે,એ ભારતદેશમાં પ્રભુ જન્મ લઈ જાય
અનેક પવિત્રદેહલીધા ભગવાને ભા રતમાં,જે જગતમાં પવિત્રદેશ કહેવાય
મળેલ માનવદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પ્રભુને વંદન કરી પુંજન કરાય  
...અવનીપર જીવનુ આગમન અનેકદેહથી થાય,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++