July 31st 2022

પવિત્ર માતાજી

+++જાણો શા માટે માતા દુર્ગાએ કર્યો હતો મહિષાસુરનો સંહાર? | navratri:Maa durga and mahisasur sanhar story in gujarati - Gujarati Oneindia+++

.               પવિત્ર માતાજી

તાઃ૩૧/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા મળી દુર્ગા માતાની જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિની રાહ આપી જાય
સમયની સાથ ચાલતા માનવદેહને અવનીપર,હિન્દુધર્મની પવિત્રકૃપા મળી જાય
………..ઑંમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના મંત્રથી પુંજન કરતા માતાનો પ્રેમ મળી જાય.
પવિત્ર નિખાલસ ભાવનાથી પ્રભાતે માતાને વંદન કરતાજ્,પવિત્રકૃપા મળી જાય
જીવનમાં લાગણી મોહને દુર રાખીને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાને વંદનથાય
પવિત્રકૃપાળુ માતા છે હિન્દુધર્મમાં,મળેલદેહથી શ્રધ્ધાથી દુર્ગામાતાની પુંજા કરાય
જીવને અવનીપર માનવદેહમળે જેપરમાત્માનીકૃપા,એ દેહને સમયથી અનુભવાય
…………ઑંમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના મંત્રથી પુંજન કરતા માતાનો પ્રેમ મળી જાય.
હિન્દુધર્મમાં પવિત્રમાતાએ અનેકદેહથી ભારતમાં જન્મલીધા,જેપવિત્રદેશ થઈજાય
ભગવાને લીધેલા અનેકદેહની શ્રધ્ધાથી પુંજન કરતા,માનવદેહને સુખ મળી જાય
માનવદેહને શ્રધ્ધાનો સંબંધ છે જીવનમાં,જે મળેલદેહને સ્મયની સાથે લઈ જાય
જીવનમાં સમયની સાથે ચાલવા અવનીપર,પ્રભુનીકૃપાએ સવારસાંજ મળી જાય
…………ઑંમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના મંત્રથી પુંજન કરતા માતાનો પ્રેમ મળી જાય.
#########################################################