July 11th 2022
. .પ્રગટે જ્યોત જીવનની
તાઃ૧૧/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપા મળૅ પરમાત્માની,જે માનવદેહને પવિત્રરાહ આપી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા,એ જીવને જન્મમરણથી અનુભવાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
કુદરતની આલીલા અવનીપર જે જીવને,સમયે માનવદેહને કર્મકરાવી જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથીજન્મીજાય
જગતમાં પ્રભુકૃપાએ જીવને દેહમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પ્રાણીપશુજાનવરકેપક્ષી નિરાધારદેહ કહેવાય,માનવદેહથી સમજણ મેળવાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,એ જીવનમાં ઉંમરનો અનુભવ થાય
જીવનમાં બાળપણ જુવાનીઅને ધડપણનો સાથમળે,જે કર્મનીરાહ આપીજાય
પરમાત્માના પવિત્રપ્રેમથી આશિર્વાદમળે,જ્યાં ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે ધર્મઅને કર્મનો સંબંધ આપીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
#####################################################################
July 11th 2022
. શ્રી ભોલેનાથ મહાદેવ
તાઃ૧૧/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો ભગવાને ભારતદેશમાં,જે શ્રીશંકર ભગવાનથી ઓળખાય
જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ થયા,એ પવિત્ર ભોલેનાથ કહેવાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માનો દેહછે,જેમના શિવલીંગને દુધ અર્ચનાકરાય
પરમકૃપાળુ એ ભોલેનાથ છે,જે જટાથી ભારતમાં પવિત્રગંગાને વહાવી જાય
અવનીપર માનવદેહના જીવને,ગંગાના પાણીથી અર્ચનાથી મુક્તિ મળી જાય
જીવનેઅવનીપર જન્મથીકર્મનોસાથ મળે,પ્રભુની અદભુતલીલાને પારખીજીવાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
શંકરભગવાનની પત્નિ માતાપાર્વતીથી પુંજાય,જેમના પવિત્રપુત્ર ગણેશ કહેવાય
શ્રીગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા સંગે વિઘ્નહર્તા,જેમની ઘરમાંજ પુંજા કરાય
જીવનમાં શ્રધ્ધારાખીને ૐ શ્રીગણેશાય નમઃ,સંગે પત્નિરીધ્ધીસિધ્ધીનીપુંજાથાય
શ્રી શંકરભગવાન પ્રભુનો પવિત્રદેહ છે,જેકૃપાએ ભક્તના જીવનેમુક્તિઆપીજાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ