July 26th 2022

સંગાથ પ્રેમનો

  ***સાચો પ્રેમ એટલે શું? - Quora***
.                સંગાથ પ્રેમનો 

  તાઃ૨૬/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમય સમજીને ચાલતા મળેલ માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
મળેલદેહના જીવનમાં પવિત્રકૃપાએ સંગાથ મળે,જે સમયસાથે લઈ જાય
….આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની થઈ,એ જીવના મળેલ દેહને સમજાય.
જીવને અવનીપર આગમનવિદાયથી અનુભવાય,નાકોઇ જીવથી દુર રહેવાય
અનેકદેહથી સમયે આગમન થાય,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
કુદરતની આપવિત્રકૃપા કહેવાય,જે ગતજન્મના કર્મથી માનવદેહ મળી જાય
અવનીપર પરમાત્માની પાવનકૃપાએ,જીવને માનવદેહ મળે જે કર્મકરાવીજાય
….આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની થઈ,એ જીવના મળેલ દેહને સમજાય.
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા થાય
હિન્દુધર્મની પવિત્રરાહ મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે દેહને જીવનમાં સમયસાથે મળીજાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,એઅંતે જીવને જન્મમરણથી બચાવીજાય
….આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની થઈ,એ જીવના મળેલ દેહને સમજાય.

 **************************************************************