July 7th 2022
. પવિત્ર જ્યોત જીવનની
તાઃ૭/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેમ મળે,એ પરમાત્માની કૃપા કહેવાય
અવનીપરનુ આગમન જીવને સમયે મળે,જે ગતજન્મના કર્મથીજ મેળવાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
જગતમાં મળેલદેહમાં માનવદેહએ કર્મનો સંગાથ,નિરાધારદેહ એ ભટકીજાય
જીવને સમયે પ્રાણીપશુજાનવરઅને પક્ષીનો દેહ મળે,ના અપેક્ષાએ જીવાય
અદભુતલીલા અવનીપર મળેલદેહની,જે નાકોઇ દેહથી સમયને કદી પકડાય
જીવપર પરમાત્માની પાવનકૄપા થાય,જે નિરાધાર દેહથી જીવને બચાવીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
માનવદેહને પ્રભુનીકૃપા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાવીજાય
ભારતદેશની ધરતીને જગતમાં પવિત્રકરવા,પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પગટાવી ભારતદેશથી,એ દુનીયામા પવિત્રદેશકહેવાય
મળેલદેહને જીવનમાં ભક્તિનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી છોડી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 7th 2022
******
. જય શ્રી મેલડીમાતા
તાઃ૭/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મના પવિત્ર તહેવારોમાં, પરમાત્માના અનેકદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રકૃપા પરમાત્માના અનેક દેહને,મળેલ માનવદેહને પવિત્રકૃપા મળી જાય
....પવિત્ર શ્રીમેલડી માતાને હિંદુ તહેવારમાં,જય મેલડીમાતાને ધુપદીપથી વંદન કરાય.
જીવનેઅવનીપર પ્રભુકૃપાએ માનવદેહમળે,હિંદુધર્મમાં ઘરમાં માતાની પુંજાથાય
નવરાત્રીના પવિત્ર તહેવારોજ ભારતદેશમાં,માતાજીને ગરબેઘુમીને વંદન કરાય
દુનીયામાં હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રભુકૃપાએ,સમયે માનાદેહથી પુંજન કરાય
પવિત્ર નવરાત્રીમાં મેલડીમાતાને ધુપદીપકરી,જય મેલડી માતાથી અર્ચના થાય
....પવિત્ર શ્રીમેલડી માતાને હિંદુ તહેવારમાં,જય મેલડીમાતાને ધુપદીપથી વંદન કરાય.
માનવદેહને ભગવાનની કૃપા મળે હિંંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધાથી દેવદેવીઓને પુંજાય
ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મી,દેશને જગતમાં પવિત્રદેશ કરી જાય
જીવનમાં જીવના મળેલદેહને પવિત્રરાહ મળે,જ્યાં ઘરમાં ધુપદીપકરીવંદનકરાય
પાવનકૃપા શ્રી મેલડીમાતાની મળે,જ્યાં શ્રધ્ધાથી વંદનકરી માતાનીઆરતીકરાય
....પવિત્ર શ્રીમેલડી માતાને હિંદુ તહેવારમાં,જય મેલડીમાતાને ધુપદીપથી વંદન કરાય.
#####################################################################
July 7th 2022
++++++
. .પવિત્ર સંગાથ
તાઃ૭/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે મળેલદેહને,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવનમાં સમયે પવિત્ર પ્રેમ મળે,એ મળેલદેહને સુખ આપીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
નિખાલસ પ્રેમમળે પ્રેમીઓનો,જે પાવનરાહે જીવન જીવાડી જાય
સમયનીસાથે ચાલતા મળેલદેહપર,પરમાત્માની પ્રેરણા મળતીજાય
પવિત્રધર્મની પ્રેરણા મળે હિંદુધર્મથી,જ્યાં ભગવાનની પુંજા કરાય
કૃપા મળે ભગવાનની જીવનમાં,જે મળેલદેહના જીવનેય સમજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
જીવનેસંબંધ અવનીપર,જે સમયે જન્મમરણથી અનેકદેહ મળીજાય
ભગવાનપર શ્રધ્ધારાખીને જીવનજીવતા,માનવદેહને પ્રેમ મળી જાય
પરમાત્માએ લીધેલદેહની પવિત્રભાવનાથી,પુંજાકરતા કૃપા મળીજાય
સમયે જીવને અવનીપર જન્મમરણથી,પ્રભુ કૃપાએ મુક્તિ મળીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
#############################################################