July 9th 2022

પ્રેમને પકડજે

આ દસ સ્થળે આજે પણ જોવા મળે છે, ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા ની પ્રેમલીલા - MT  News Gujarati

.          પ્રેમને પકડજે     

તાઃ૯/૭/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ     
      
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય
એ જીવને મળેલ માનવદેહને સમયે લઈ જાય,જ્યાં પવિત્ર પ્રેમને પકડાય
.....જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,એ માનવદેહને શ્રધ્ધાભક્તિથી પ્રેરી જાય
અવનીપર મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના કોઇથી દુરરહીને જીવાય
પરમાત્માની પાવનકૃપાએ દેહને પવિત્રરાહ મળે,એજ પવિત્રકર્મ કરાવી જાય
ભગવાને અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જે દેહને સત્માર્ગે દોરીજાય
.....જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,મળેલદેહને જીવનમાં સુખમળી જાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને મળેલદેહને,જન્મમરણથી અંતે મુક્તિ મળીજાય
અવનીપરનુ આગમનજીવનુ પ્રભુનીકૃપાએ,જે દેહથી જીવનમાં સત્કર્મ થઈજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ આવીજાય
.....જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
*******************************************************************