October 22nd 2022

પવિત્ર કૃપાળુમાતા

***અપાર ધનલાભ માટે દિવાળીના આ દિવસથી જ શરુ કરો પૂજા, જાણો***
.             પવિત્રકૃપાળુમાતા

તાઃ૨૨/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પવિત્રકૃપા મળે માતાની સંતાનને,જ્યાં હિંદુધર્મમાં ધનતેરસના દીવસે પુંજન કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી માતાએ,જે ભક્તોનેકૃપાથી આશિર્વાદ આપીજાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી છે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
મળેલમાનવદેહથી સમયે માતાને વંદન કરતા,પવિત્રપ્રેમ ધનવર્ષાથી સુખ આપીજાય
કૃપાળુ લક્ષ્મીમાતાને વંદનકરીને મમ્મી કહેતા,શ્રધ્ધાળુ ભક્તને સંતાનપ્રેમ મળી જાય
આંગણે આવી માતાની પવિત્રકૃપાનો અનુભવથાય,જે મળેલદેહને ભક્તિ આપીજાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
અવનીપર મળેલમાનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે પવિત્રશ્રધ્ધાએ જીવાડીજાય
મમ્મી લક્ષ્મીમાતાના આશિર્વાદ મળે,જ્યાં માતાને ઘરમાંજ પગે લાગીને વંદન કરાય
પિતા વિષ્ણુભગવાનને વંદનકરતા કૃપાએ આશિર્વાદ,સંગે મમ્મીનોપ્રેમ પણ મળીજાય
પવિત્રપ્રેમની કૃપાએ સંતાનને જીવનમાં સુખ મળી જાય,ના અપેક્ષા કદી અડી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
જીવને જગતમાં અનેકદેહથી જન્મ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
ભારતદેશમાં જીવને સમયે માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય
શ્રધ્ધારાખીને મળેલદેહના જીવને ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપાનો અનુભવથાય
જગતમાં પવિત્ર દેવ દેવીઓથી ભારતદેશમાં જન્મીજાય,એ હિંદુધર્મની જ્યોત કહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
##########################################################################