October 8th 2022

પ્રભુકૃપાએ જ્યોત પ્રગટે

***દિવાળીમાં તેલના દીવડા જ શા માટે પ્રજ્વલિત કરે છે ? - સનાતન સંસ્થા***
            પ્રભુકૃપાએ જ્યોત પ્રગટે             

તાઃ૮/૧૦/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    
      
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,જીવનમાં પવિત્રપાવનપ્રેમની રાહ મળી જાય
ના મોહમાયાની કોઇ ચાદર અડીજાય,જે જીવને ભક્તિની પવિત્રરાહે જીવાડી જાય
.....જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપા ભારતદેહથી મળી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરી,જે હિંદુધર્મની પવિત્ર જ્યોતને પ્રગટાવી જાય 
પરમાત્માએ દેવ અને દેવીઓથી જન્મ લીધા,એ પવિત્રદેહની શ્રધ્ધાથીજ પુંજા કરાય
મળેલ માનવદેહના જીવનની જ્યોત પ્રગટે,જ્યાં મળેલદેહથી પરમત્માની ભક્તિ થાય
.....જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી આરતીકરાય
પરમાત્માની પાવનકૃપાએ પરિવારને જીવનમાં,કૃપાએ સુખઅનેશાંંતિથી જીવન જીવાય
શ્રધ્ધાભાવનાથી ભગવાનની માળાકરતા,મળેલદેહના જીવને સમયેદેહથી મુક્તિમળીજાય
એ અદભુતકૃપા ભારતદેશથી મળી,જ્યાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર જન્મલઈ પ્રેરીજાય
.....જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
#######################################################################