October 1st 2022

પવિત્રરાહ દેહને મળે


.          પવિત્રરાહ દેહને મળે

તાઃ૧/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

નવરાત્રીમાં પવિત્ર પાવનકૃપા મળે દુર્ગામાતાની,જે નવરાત્રીના તહેવારે મળી જાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,જેમના નવ સ્વરૂપની નવરાત્રીમાં પુંજા થઈજાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં ભગવાન દેવ દેવીઓથી જન્મ લઇ જાય
કુદરતની આ પાવનકૃપા જગતમાં સમયે,જે અવનીપર મળેલમાનવ્દેહને પ્રેરી જાય
જગતમાં ભારતદેશ એજ પવિત્રદેશ થયો,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પ્રભુનીકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
દુર્ગામાતાના દર્શન કરીને વંદનકરી આરતી કરીને,નવરાત્રીમાં નવદુર્ગની પુંજા કરાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,જેભક્તોની પવિત્ર ભક્તિ પારખીને કૃપા કરીજાય
દુર્ગા માતાના નવ સ્વરૂપને નવરાત્રીમાં,તાલીપાડીને ગરબે ઘુમી માતાને વંદનકરાય
પવિત્ર માતાના દર્શન કરતા મળેલ માનવદેહપર,માતાની પવિત્રકૃપાનો અનુભવથાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
********************************************************************
 
October 1st 2022

નવરાત્રીના પવિત્ર પ્રસંગ

+++છઠ્ઠું નોરતું : ઋષિ કાત્યાયનને વરદાનમાં દિકરી તરીકે મહાશક્તિ માઁ દુર્ગા મળ્યા+++

.            નવરાત્રીના પવિત્ર પ્રસંગ

તાઃ૧/૧૦/૨૦૨૨   (પવિત્ર છઠ્ઠુ નોરતુ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી દુર્ગામાતાએ,જે પવિત્ર નવરાત્રીએ ગરબા રમાય
માતાના નવસ્વરૂપને નવરાત્રીમાં વંદન કરીને,તાલી પાડીને ગરબેઘુમીને પુંજાથાય
....આજે નવરાત્રીના છઠ્ઠાદીવસે માતા કાત્યાયનીને,ગરબેઘુમીને તાલીપાડીને વંદન કરાય.
ભારતદેશમાં નવરાત્રીના પવિત્ર તહેવારને,હિંદુધર્મમાં ભક્તોથી શ્રધ્ધાથી ઉજવાય
પવિત્ર માતા દુર્ગાની પાવનકૃપાએ,માતાના નવસ્વરુપની નવરાત્રીમાં પુંજા કરાય
પરમાત્માની પવિત્રકૃપાથી ભારતની ધરતીપર,પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્રધર્મ હિંદુધર્મ છે,જેમાં પવિત્ર શ્રધ્ધાથી મળેલદેહને મુક્તિમળીજાય 
....આજે નવરાત્રીના છઠ્ઠાદીવસે માતા કાત્યાયનીને,ગરબેઘુમીને તાલીપાડીને વંદન કરાય.
ગરબે ઘુમતા ભક્તોને માતાની પાવનકૃપાએ,સમયે કૃપા મળતા ગરબાને ગવાય
માતાના છ્ઠ્ઠા સ્વરુપને કાત્યાયની માતાથી પુંજાય,જે ભક્તોને ગરબે રમાડીજાય
પવિત્ર નવસ્વરૂપ લીધા છે દુર્ગામાતાએ ભારતમાં,જેમની નવરાત્રીમાં પુંજા કરાય
અદભુત પવિત્રકૃપાળુ માતા હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા કૃપામળી જાય
....આજે નવરાત્રીના છઠ્ઠાદીવસે માતા કાત્યાયનીને,ગરબેઘુમીને તાલીપાડીને વંદન કરાય.
##########################################################################