May 18th 2023

પવિત્ર ભક્તિની રાહ

 
.            પવિત્ર ભક્તિની રાહ

તાઃ૧૮/૫/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી દેવદેવીઓની ભક્તિ કરાય
પરમાત્માએ જગતમાં પવિત્રપ્રેરણાકરી ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય   
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જે પવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય.
જીવનેસમયે અવનીપર જન્મથી દેહમળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
મળેલદેહને સમયનો સંગાથમળે જીવનમાં,જેદેહને બાળપણજુવાનીઘેડપણમેળવાય
મળેલ માનવદેહ એપ્રભુકૃપાએ ગતજન્મના,થયેલકર્મથી જીવને આગમન મળીજાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાય 
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જેBપવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,એજ ભગવાનની પવિત્રકૃપાથી મળી જાય
મળેલદેહને કર્મનોસંબંધ જેસમયસાથે લઈજાય,જ્યાં ઘરમાંપ્રભુનીશ્રધ્ધાથીભક્તિકરાય
જીવને માનવદેહ મળૅ એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇઆશા અડીજાય
મળેલદેહને પવિત્ર જીવનનીરાહ મળે જીવનમાં,જે શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જે પવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય.
#####################################################################
May 18th 2023

પવિત્ર સાથ મળૅ

 ગણેશપૂજા કરતી સમયે જાણો ગણેશજીના તમામ અસ્ત્ર - શસ્ત્ર શું સૂચવે છે | When performing Ganesh worship, know what all the weapons of Ganeshji indicate
.             પવિત્ર સાથ મળે

તાઃ૧૮/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં માતા સરસ્વતીની કૃપા અનુભવાય
કલમથી થયેલ રચનાને સમયસાથે લઈજતા,પવિત્ર પ્રેમાળપ્રેમીઓનો પ્રેમ મળીજાય
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહમળે જે સમયેસમજાય
જીવને સમયેજન્મમરણનો સંબંધમળે,જે જીવને સમયે આગમનવિદાયથી અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપાનો અનુભવથાય,જેમની શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીભક્તિકરાય
ભગવાને પવિત્રકૃપા કરી પવિત્ર ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મીજાય 
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
જન્મથી મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે જીવનાદેહને ઉંમરસાથેરહીજીવાય
જગતમાં નાકોઇ જીવનાદેહની તાકાત કહેવાય,જે સમયને દુરરાખીને જીવન જીવીજાય
મળેલદેહને સમયે માતા સરવતીનીકૃપા મળે,એ જીવનમાં કલમથી પવિત્રરચનાકરીજાય
માતાની પવિત્રપ્રેરણાએ કલમપ્રેમીઓ અનેક રચનાકરી જાય,જે પ્રેમીઓનેપ્રેરણાકરીજાય
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
#######################################################################