April 1st 2021

. ગજાનંદ શ્રી ગણેશ
તાઃ૧/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં મનોકામનાનો સંગાથ મળે,જેને પુર્ણ કરવા શ્રધ્ધા રખાય
માનવજીવનમાં પ્રેરણા મેળવવા,ગજાનંદ શ્રી ગણેશનીજ પુંજા કરાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
અવનીપરનુ આગમન જીવના કર્મથી મળે,જે સમયસંગે ચલાવી જાય
માનવદેહ એજ પરમામાની કૃપા,જીવના દેહને સમજણ આપી જાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,પાવનરાહની કેડી મળી જાય
વિઘ્નવિનાયક શ્રીગણેશની કૃપા,જે જીવનમાં પરમશાંંતિ આપી જાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
અવનીપર અનેકદેહથી જીવનુઆગમન,જે દેહના જન્મમરણથી દેખાય
માનવદેહ એ પરમાત્માની કૃપા,જે મળેલ દેહને ભક્તિસંગે મળી જાય
જન્મ અને મરણ એ જીવના દેહને મળે,જગતમાં ના કોઇથી છટકાય
સમયસમજીને ચાલવા જીવનમાં,પાર્વતીમાતાના સંતાનનો પ્રેમ મેળવાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
=============================================================
No comments yet.