December 21st 2022
***
***
પવિત્ર ભક્તિનો પ્રેમ
તાઃ૨૧/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે પ્રભુની કૃપાભારતદેશથી પ્રસરી જાય
દુનીયામાં પવિત્રધર્મની પ્રેરણા કરવા,ભગવાન પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈજાય
.....હિંદુધર્મની આ પવિત્રપ્રેરણા જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાળુ ભક્તોથી અનેક મદીર થઈ જાય.
ભગવાનની પવિત્રકૃપાથી જીવને માનવદેહ મળે,જે મળેલ દેહથી પ્રભુની ભક્તિ કરાય
જગતમાં જીવનેજન્મમરણનો સંબંધસમયે,પ્રભુકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,નાકોઇ માનવદેહના જીવથી કદી દુરરહેવાય
જીવને સમયે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહ મળે,જે જીવને નિરાધાર દેહ કહેવાય
.....હિંદુધર્મની આ પવિત્રપ્રેરણા જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાળુ ભક્તોથી અનેક મદીર થઈ જાય.
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભગવાનનીકૃપાએ ભારતદેશથી માનવદેહને મળીજાય
પરમાત્માએ લીધેલ પવિત્રદેહની શ્રધ્ધારાખીને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી ઉતારાય
ભગવાનની પવિત્રકૃપા મળૅ જીવનાદેહને,જે જીવનમાં સત્કર્મનો સંગાથ સુખ આપીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,પરિવારનો પ્રેમમળે સમયે જીવને મુક્તિ મળી જાય
.....હિંદુધર્મની આ પવિત્રપ્રેરણા જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાળુ ભક્તોથી અનેક મદીર થઈ જાય.
############################################################################
No comments yet.