January 8th 2009

ભક્તિદ્વાર

                           ભક્તિદ્વાર

તાઃ૮/૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળ્યો જ્યાં માનવનો ભક્તિમાં પ્રીતી થાય
જગમાં મળે મોહમાયા જ્યાં મનથી અળગી થાય
એવો ભક્તિનો દોર જગમાં સમજ્યો ના સમજાય
                         …….જન્મ મળ્યો જ્યાં માનવનો.
મનથી ભક્તિ કરો સાંઇની કે ભક્તિ જલારામની
સાચી માયા મળશે પ્રભુની ના આશા રહે જગની
મારુ મારુ માનતી મતીને મળશે ગતી ભક્તિની
માનવ જીવન મહેંકી જશે ના રહેશે આશ મનની
                          …….જન્મ મળ્યો જ્યાં માનવનો.
સદારહે હેત પ્રભુથી ને સ્મરણથાય સાચા નામથી
મળશે અનંતકોટી પ્રીત પ્રભુની જગમાં છે કામની
મુક્તિ કેરા દ્વાર ખુલશે નેમળશે સાચા સંતની કૃપા
સાંઇસાંઇ સ્મરણ થાય સાથે જયજલારામ બોલાય
                           …….જન્મ મળ્યો જ્યાં માનવનો.
મતી ભક્તિની મળે જગે ત્યાં ના લાગે કોઇ માયા
સૃષ્ટિનો સહવાસ મળેના કે ના માયાનાકોઇ બંધન
સાર્થકજીવન છે જીવનુ નારહે આગમન અવનીનુ
મુક્તિદ્વાર ખુલીજાય નેપામવી સાચી પ્રીત પ્રભુની
                            …….જન્મ મળ્યો જ્યાં માનવનો

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment