January 14th 2009

ગણેશ

                 

                              ગણેશ

તાઃ૧૩/૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારા મનમાં છે આવેશ, પ્રેમે ભજુ ગજાનંદ ગણેશ
લાવ્યો દીપ ફુલ ને હાર,કરજો કૃપાઅમો પર આજ
                                        ……..મારા મનમાં છે આવેશ

જય ગણેશ જય ગણેશ મારા મનથી જ રટણ થાય
સુર્યોદયના આગમન થતા,મારા મંદીરે દીવડા થાય
ભક્તિની સુવાસથી જીવન, સૌના ઉજ્વળ થતા જાય
                                        ……..મારા મનમાં છે આવેશ

પાવનજીવન બની જાય, જ્યાં રિધ્ધસિધ્ધિ મળી જાય
ગણેશજીની કૃપા મળે જ્યાં,ત્યાં ભોલેનાથ પણ હરખાય
મા પાર્વતીનો પ્રેમઉભરે ને જયગણેશ જયગણેશભજાય
                                        ……..મારા મનમાં છે આવેશ

મંગળવારની મંગળ પ્રભાતે ભજન ભક્તિ ભાવે થાય
લહેરેમન ને મહેંકેઘર જ્યાં ગણેશના ગુણગાન ગવાય
શ્રધ્ધાભક્તિ સાથેરહેતા જીવનમાં જ્યોત ભક્તિનીથાય
                                        ……..મારા મનમાં છે આવેશ

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment