January 16th 2009

ભોલે ભંડારીની જય

            

                           ભોલે ભંડારીની જય

તાઃ૧૫/૧૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શંખ વાગે ને ડમરુ વાગે, શિવમંદીરે ઘંટારવ ગાજે
ભક્તજનોના ગુંજનમાં ૐ નમઃશિવાય રટણ સાજે
                                      ….જ્યાં શંખ વાગે ને ડમરુ
સોમવારની પવિત્રસવારે શિવમંદીરે ભક્તો છે આવે
આરતીના અજવાળે આજે,તાલીયોના રણકાર ગાજે
ભક્તીના સહવાસની  સાથે, મહેંકે  મંદીરના હર દ્વાર
મુક્તિ માગતા માનવ જીવો, આનંદ જીવનનો લેતા
                                      ….જ્યાં શંખ વાગે ને ડમરુ
ભોળાનાથની કૃપા પ્રેમની,જ્યોત જલાવે જીવનની
ઉજ્વળ જીવનને મન પાવન, ભક્તિએ મળી જાય
સદા જીવનમાં શાંન્તિ મળે ને મા ગૌરી રાજી થાય
આવનજાવનના આ બંધનથી જીવની મુક્તિ થાય
                                      ….જ્યાં શંખ વાગે ને ડમરુ
                             -+-+-+-+-+-

ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શીવાય

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment