July 18th 2009

શ્રીરામને વિનંતી

                       શ્રીરામને વિનંતી

તાઃ૧૮/૭/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મેઘરાજાને પ્રેમથી  કહેજો, પધારે અષાઢથી અવનીએ
રાહ માનવી જોઇરહ્યાછે,મહેંક ધરતીનીશીતળ કરવાને
                            ……..મેઘરાજાને પ્રેમથી કહેજો.
વાદળ કેરી ચહલપહલથી,અણસાર પ્રભુજી દેજો અમને
કાળા ભમ્મર ગાજી રહેએ, ટહુકો મોરલાનો સુણી લઇએ 
અથડામણની ગર્જના સાંભળી,વિજળીના ચમકાર દીસે
શીતળલહેર પવનનીમળતાં,આવીરહે અવનીઅધીકારી.
                            ……..મેઘરાજાને પ્રેમથી કહેજો.
જીવમાત્રને મળતી શાંન્તિ,પ્રેમભક્તિથી ભાગે અશાંન્તિ
આવે અવનીએ મહેંરથઇને,જમીન ખેતરને પાણીદઇને
ફોરમ ધરતીની મહેંકી ઉઠે,ને પ્રાણીપશુને મળતી પ્રીત
એવી દયા જગતપિતાની,જીવમાત્રપર કૃપાની આરીત
                            ……..મેઘરાજાને પ્રેમથી કહેજો.

 ++++++++==============+++++++++++=======

July 17th 2009

ભેદભાવ

                        ભેદભાવ

તાઃ૧૬/૭/૨૦૦૯             પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ દ્રષ્ટિ પડી જાય,ને આનંદ હૈયે થાય
મહેંક મળે જીવનમાં,ત્યાં મન સદા મલકાય
પ્રેમ પારખી લેતા જગે, ના ભેદભાવ દેખાય
સરળતા જીવનમાંવહે,ને નિર્મળ જીવનથાય
                                …….નિર્મળ દ્રષ્ટિ પડી.
કૃપા પ્રભુની મળી જાય,ને સ્નેહરહે મનમાંય
ભક્ત તણા પોકાર સુણીને, દયા કરે  કરતાર 
સૂષ્ટિનોસહવાસમળે ત્યાં,ના ભેદભાવ દેખાય
આવેપ્રેમ ને સ્પર્શેસ્નેહ,સદારહેજીવનમાં પ્રેમ
                               ……..નિર્મળ દ્રષ્ટિ પડી.
મનનેમળેલ સ્નેહપ્રેમથી,જીવને શાંન્તિ થાય
અવની  આગમને જીવને ,ના વ્યાધિ દેખાય
સુંદરતાનાસહવાસમાં,જીવને નારહે ભેદભાવ
મળીજાય સાથ સૌનો,ત્યાં પવિત્ર જન્મ થાય
                                ……. નિર્મળ દ્રષ્ટિ પડી.

—————————————-.

July 14th 2009

મીઠુ

                        મીઠુ

તાઃ૧૩/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મીઠુ સાંભળી મલકે મન, ને આનંદે ઉભરાય
મીઠુ પડતાં વધાર ખાવામાં,ના કોઇ તેને ખાય
                               ……મીઠુ સાંભળી મલકે.
શબ્દ જગતના માનવીને,જીભ સાચવે પળવાર
આવે પ્રેમ ને દોડે સ્નેહ, કેવી કુદરત છે કહેવાય
એકમેકની સાંકળ ગાંઠે,ને ઉકલે કામપણ અપાર
વાણીની આ રીત વ્યાજબી,સમજે તે તરી જાય
                                 …….મીઠુ સાંભળી મલકે.
સ્વાદ દેહને રહે સદાયે, જ્યાં અન્ન મળે અપાર
મુકતામોંમાં આનંદમળે,નામીઠુહોય જ્યાંવધાર
મન મુકીને હેત વરસે,સ્વાદનો દેહે છે સથવાર
મીઠુ વધાર પડી જતાં,સૌ ત્યજે અન્ન પળવાર
                                ……. મીઠુ સાંભળી મલકે.
અતિ મીઠુ નાસદે દેહે,તેમ નાઅતિ મીઠીભાષા
બન્ને વચ્ચે સુંદર મેળ,જો મળે તમને હદમાંય
ના મીઠુ માગવુ પડે,જ્યાં જરુર જેટલુ લેવાય
મીઠીવાણી મળેવધુ ત્યાં,ઘરબાર પણ ત્યજાય
                              …… મીઠુ સાંભળી મલકે.

+++++++++++++++++++++++++++++

July 14th 2009

ભીખ અને ભરોસો

                   ભીખ અને ભરોસો

તાઃ૧૩/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાગર વિશાળ કરુણાનો,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
નદીની થઇ જાય નહેર ,જ્યાં ભીખ મંગાતી થાય
                             …….સાગર વિશાળ કરુણાનો.

સત્ય વચન ને વાણીના, વહેણ જ્યાં વહેતા જાય 
મળે માનવતા ને હેત, જે ભીખથી પણના મંગાય
અંતરમાં ઉભરે આનંદ,ને મનમુંઝવણથી દુર થાય
સફળથાય આમાનવજન્મ,જ્યાં ભીખ ભાગતીજાય
                               …….સાગર વિશાળ કરુણાનો.

નિત્ય સવારની ઉજાસમાં,જ્યાં મન પ્રભુમાં પરોવાય
માયાભાગેદુર ત્યાંથી,ને સરળતા જીવનમાં મળીજાય
કૃપા વરસે અવિનાશિની, જ્યાં શ્રધ્ધા ભક્તિથી થાય
ભીખજગતમાં છે કાયરતા ને ભરોસે ભવસુધરી જાય
                                 …….સાગર વિશાળ કરુણાનો.

================================

July 13th 2009

જય વિજય

                   જય વિજય                 

તાઃ૧૨/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય વિજયની જોડી ગામમાં,સૌએ જાણી છે લીધી
કેવી કોની પ્રીતની રીત,સૌએ મનથી માણી લીધી
                                 ……જય વિજયની જોડી.

જયને જોતાં વિચારે મનમાં, આ ક્યાંથી ભટકાણો 
મળશે આજે મને સવારે, કામમાં  જ હુ અટવાણો
દ્રષ્ટિ તેની નિરખી એવી,ના છોડે એ કોઇ એનાથી
આડીઅવળી વાતમાંલઇને,અટકાવે કરતાએ કામ
ભાગે મનુભાઇ ને કનુભાઇ,નાઆવે સામે રાજુભાઇ
                                   ……જય વિજયની જોડી.

વિજયની ભઇ વાત નિરાળી,સાચવી પગલાં ભરતો
મુંઝવણમાં ના રાહજોતો,મનથી જલાસાંઇને ભજતો
નિરખી આંખને પ્રેમતેનો,સૌનીમાયા તેનીપર વરસે
અમુલ પ્રેમની રીત નિરખીને,તેને મળવા સૌ તરસે
આવે શાંન્તિલાલ ને રમેશભાઇ,ને પ્રદીપ દોડે સામે.
                                       …….જય વિજયની જોડી.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

July 13th 2009

દીકરી વ્હાલી

                              દીકરી વ્હાલી

તાઃ૧૨/૭/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાશીબાની દીકરી વ્હાલી,પ્રેમ એ સૌનો  લેતી
મળતા તેને મામાકાકા,ત્યાં સૌની સેવા કરતી
                               ……..કાશીબાની દીકરી.
નીતસવારે ચરણ સ્પર્શી,માબાપનો પ્રેમ લેતી
પરોઢીયાને પારખી લઇને,સૌથી વહેલી ઉઠતી
નિત્યકર્મ પતાવી જલ્દી, પ્રભુના દર્શન કરતી 
ચા નાસ્તો તૈયાર કરીને, વડીલની રાહ જોતી
મોટાભાઇની લાડલી,ને પ્રેમ મોટીબેનનો લેતી
જોતાસૌને લાગેન્યારી,એવી કાશીબાની વ્હાલી….

એકડો બગડો જલ્દી પતાવી,લેતી નંબર પહેલો
ભણતરમાં શ્રધ્ધારાખીને,બુધ્ધિથીસોપાનચઢતી
મળીજાય કોઇમુંઝવણ,ત્યાં જલાબાપાને સ્મરતી
સીધી રાહે ચાલીજાય,ને સર્વ સફળતાએ જોતી
કર્મધર્મને સમજી ચાલે,મળેલ સાચા છે સંસ્કાર
ગામસીમમાં સૌને એ ગમતી,કાશીબાની વ્હાલી….

#################################

July 12th 2009

મારી લાયકાત

                             મારી લાયકાત

તાઃ૧૧/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

એબીસીડી ના આવડે મને,ને કખગધમાં હુ કાચો
કેવી રીતે હુ સાંભળુ, કોઇ કહે આ તમે ભઇ વાંચો
                                ……એબીસીડી ના આવડે.
ચોપડીપછાડુ ને ખુણો ગોતુ જ્યાં નિહાળ માટે હોધે
માડી મને જ્યાં બુમ પાડે ત્યાં કાન મુકી દઉ નેવે
પગપછાડુ ત્યાં ખેંચેમાડી પરાણે પકડુ હું પાટીપેન
બીક લાગે મને માસ્તરની ત્યાં ચુપ થઇ હુ રહેતો
                                ……એબીસીડી ના આવડે.
લખોટી રમતા તાકુ આંખે ને બીજીને ટકોરી દેતો
પેનની વાતમાં પાછળ રહેતો તોય ધીમે ભણતો
બુધ્ધિને જ્યાં દુર રાખવી ત્યાંજ હુ આગળ રહેતો
બારાખડીમાં બુધ્ધિ અટકે ત્યાં આંખ ભીની કરતો
                                ……એબીસીડી ના આવડે.
એ એટલે અમદાવાદી ને બી ભઇ બરોડા છે માનુ
સી માં ના સમજુ કંઇ ત્યાં ડી ને કેવીરીતે હું જાણુ
મતી મારી ના દોડે ભઇ પણ પેન ખીસ્સામાં રાખુ
આવતાજતારસ્તામાં કોઇમાગે તો તુરત પેનઆપુ
                                 ……એબીસીડી ના આવડે.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

July 12th 2009

भक्ति आइ

                     भक्ति आइ

ताः११/७/२००९              प्रदीप ब्रह्मभट्ट

तेरे आने से बहार है आइ,
                     साथमें तेरे खुशी भी लाइ
महेंका प्यारसे घर ये मेरा,
                     हर जीवने ज्योति है पाइ
                                      …….तेरे आने से बहार.
मनमें शांन्ति,तनसे शांन्ति,जीवनमे भी है शांन्ति
प्यारमीले ओर प्यार देदे,ऐसी शामसुबह हो न्यारी
जीवन नैया डोलती भी तब,अबखुशी नैयामे आइ
                                       ……तेरे आने से बहार.
लगन लगी जब भक्तिकेसंग,बहार जीवनमें है आइ
अपना सब अब मील गया, ना रहा है कोइ पराया 
आकर पालो प्यारभक्तिसे,जीवनमें हो जाये उजाला
                                        ……तेरे आने से बहार.
मान मोहकी चलती ये नैया, अब दुर हमसे है भागी 
जलासांइकी पावन भक्ति,मेरे जीवनमें महेंक है आइ
पवित्र मन ओर उज्वल जीवन, दर्शनदेने भक्ति आइ
                                        ……तेरे आने से बहार.

========================================

July 12th 2009

પ્રભુ સ્મરણ

                                 પ્રભુ સ્મરણ

તાઃ૧૧/૭/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

નારાયણ નારાયણ જપતાં,મનમાં શાન્તિ થાય
ભક્તિ સાચી મનથીકરતાં,જીવનની મુક્તિ થાય
                                  ……નારાયણ નારાયણ.
પાવક પ્રેમની જ્વાળા મળતાં,રામનુ રટણ થાય
અવધ વિહારી આંગણે આવે, ઘરમાં શાંન્તિ થાય
મળે સ્નેહનીધારા આ જન્મે,ને મહેંક જગે લહેરાય
લાવે જીવની મુક્તિ દેહથી,હરખતેનો ના કહેવાય
                                 ………નારાયણ નારાયણ. 
કુંજવિહારીની લીલા ન્યારી,કૃષ્ણ સ્મરણમાં દેખાય
રાસે રમતા સંગતમળતા,જીવે જ્યોત મળી જાય
કરુણાની એક લહેર આવતા, જીવને શાંન્તિ થાય
મળતોસ્નેહ ને છુટતીમાયા,મુક્તિએ જીવ લહેરાય
                                   ……..નારાયણ નારાયણ.
રામ રટણ સદા રાખતાં હૈયે,પ્રભુ નારાયણ હરખાય
પાવકપ્રેમને ઉજ્વળ જીવન,પ્રભુ કૃપાએ મળી જાય
કૃષ્ણ સ્મરણમાં પ્રેમ છે એવો જ્યાં નિર્મળ પ્રીતથાય
મનઅને માનવ મળતાં,જગમાં ઉજ્વળ જીવન થાય
                                        ……નારાયણ નારાયણ.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

July 10th 2009

ઉંધી ચાલે ગાડી

                      ઉંધી  ચાલે ગાડી

.તાઃ૯/૭/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની આ સરગમમાં જ્યાં લાડી બદલે વાડી
આવીજાય ત્યાંજ ઉપાધી જ્યાં ઉંધી ચાલે ગાડી  
                              ……સંસારની આ સરગમમાં.
એકમેકનો પ્રેમ નિરાળો જે હૈયેથી ઉભરાઇ જાય
સુંદર જીવન મહેંકે ને મળી જાય સાચો સથવાર
જ્યાં લાડી ચાલે પાછળ ત્યાં જીવન મહેંકી જાય
સહવાસ રહે છે હૈયે ને પાવન પ્રેમ પણ દેખાય
                            …… સંસારની આ સરગમમાં.
સંતાનનો સહવાસ મળે ત્યાં લાડકોડ છે ઉભરાય
વ્હાલ હૈયેથી નીકળે ત્યાં માબાપ પણ  મલકાય
ડગલુચાલે પાછળ તો જન્મે ઉજ્વળતા મળીજાય
આગળભરે જ્યાં ડગલુ ત્યાં મહેંક સઘળીચાલીજાય
                                 ……. સંસારની આ સરગમમાં.
મળી જાય જ્યાં હાય બાય ત્યાં ના રહે સન્માન
મહેંક વિસરાય જીવનમાં ને દુશ્મન દેખાઇ જાય
ચાલી ગાડી જીવનની ત્યાં  મધુર મહેંક લહેરાય
ઉંધી ગાડી ચાલતાં હવે ના જગે કશુંય દેખાય
                            …….સંસારની આ સરગમમાં.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

« Previous PageNext Page »