December 11th 2009

બહાનુ બગલમાં

                     બહાનુ બગલમાં

તાઃ૧૦/૧૨/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

બહાનુ બગલમાં રાખી,હું તો કરતો જગમાં કામ
સરળતા જ્યાં ચાલે સાથે,ત્યાં થતાં સૌના કામ
                      ………બહાનુ બગલમાં રાખી.
વિચાર કરવાની ના ટેવ,જ્યાં સ્વાર્થ મળી જાય
મારું મારું વળગીજતાં,ભાગમભાગે મન હરખાય
ઇર્ષા માયા જોઇ લેતાંજ,મન ત્યાંથી છટકી જાય
નાકામની વૃત્તિ વળગતાં,બહાનું જ વપરાઇ જાય
                    ………બહાનુ બગલમાં રાખી.
સગાંસંબંધીઓ દુર રહે,ના માનવતા પણ દેખાય
માબાપ કે ના ભાઇબહેન,જ્યાં સ્વાર્થ સીધો થાય
મુકી દેતા દેહનાબંધન,માનવતા પણ છટકીજાય
ના ઉભરો પ્રેમનો રહે,જ્યાં કોઇ બહાનું મળી જાય
                        ……..બહાનુ બગલમાં રાખી.
સારા કામ તો સતયુગમાં,ના કળીયુગમાં દેખાય
વિશ્વાસની એક ગાંઠપાકી,નિસ્વાર્થ ભાવનાવાળી
ડગલે પગલે સતેજ રહેતા,જીવન ના ભાગે પાછું
શંકાનો સહવાસ કળીયુગમાં,બહાને બહાનુ ચાલે.
                       ………બહાનુ બગલમાં રાખી.

())))))))))))))))))))૦૦૦૦૦૦૦૦૦(((((((((((((((((૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment