ભક્તિનું માપ
ભક્તિનું માપ
તાઃ૧૦/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવની કેટલી ભક્તિ જગમાં,કોઇથી ના કહેવાય
શ્રધ્ધાની ચાદર છે મોટી,જગે કોઇથી ના મપાય
                              ………જીવની કેટલી ભક્તિ. 
સંસારીની સરળતામાં,ભક્તિપ્રેમે ઉજ્વળ એદેખાય
લાગણી સ્નેહને માયા સાથે,પ્રભુ સ્મરણ થઇ જાય
મળેકૃપા ત્યાં અવનીધરની,જ્યાં સાચીભક્તિ થાય
આવે બારણે પરમ કૃપાળુ,ના ભગવું ક્યાંય દેખાય 
                              …….. જીવની કેટલી ભક્તિ.
મંદીરના ધંટારવ વાગે,ને ધુપદીપ અર્ચનપણ થાય
માયાનાબંધન તો જીવને,ક્યાંથી ભક્તિ સાચી થાય
કુદરતની આ કળા નિરાળી,જે દેહને તરતમળી જાય
ભક્તિ  ત્યાંથી ભાગે દુર,જે અનેક મંદીરોથી જ દેખાય
                              ………જીવની કેટલી ભક્તિ. 
અંતરમાં જ્યાં આનંદઉભરે,જીવને પણ શાંન્તિ થાય
ભક્તિ સાચી ત્યાં મળી જાય,જ્યાં અંતરથી સ્મરાય
જીવ મુક્તિને મળવા તરસે,જ્યાં જલાસાંઇ ભજાય
નામાયા વળગે નામોહ,ત્યાં જન્મ  સાર્થક થઇ જાય
                              ……….જીવની કેટલી ભક્તિ.
++++++++++++++++++++++++++++++++++