જોઇ લીધો
જોઇ લીધો
તાઃ૧૦/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જોઇ લીધો જોઇ લીધો,મેં પ્રેમનો ઉભરો જોયો
ધીમે ધીમે મળતો મને,ના માગુ કોઇથી એવો
………..જોઇ લીધો જોઇ લીધો.
દીલને માન્યુ દરીયા જેવું,હેત ઉભરાઇ દે એવું
નિર્મળ પ્રેમને સંગી લીધો,નાતુટે કોઇથી એવો
મળે મનથી પ્રેમ નિરાળો,જીવને આનંદે જેવો
માગું હું ના મનથીકદીએ,તોય મળેમનેઅનેરો
………..જોઇ લીધો જોઇ લીધો.
ડગુમગુના ચાલતો હું તો,સરળતા સંગે લેતો
દેખાદેખની આદુનીયાથી,રહેતો સદા હું નોખો
મેળ મનનો મેળવી લેતાં,આનંદ મલે અનેરો
હરખાઇલેતો હરખાઇલેતો,સમયને માણીલેતો
…………જોઇ લીધો જોઇ લીધો.
=============================