April 29th 2010

શું મેળવ્યુ?

                                       શું મેળવ્યુ?

તાઃ૨૯/૪/૨૦૧૦                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

                મનુષ્ય પોતાની જાતને હોશિયાર સમજી કરોડો લોકોને
ઉલ્લુ બનાવે છે,જે જગતમાં જોઇ શકાય છે.છતાં આ  કળીયુગની
દેખાવની હવાને કારણે કોઇ પગલુ ભરાતુંનથી. તેથી દુઃખી માણસ
દુનીયાના કોઇપણ દેશમાં સુખની દીશા પણ જોઇ શકતો જ નથી. 
કરોડો ડોલરો કે રૂપીયાને માનવીના હિતમાં ન વાપરતાં પાંચદસ
માણસની વધારાની બુધ્ધિ જે ખોટા રસ્તે જ દોરે છે તેમાં કોઇ કંઇ
કરી શકતુ જ નથી.તેમાં સૌ પ્રથમ તો ચંદ્ર પર જવાની જરૂર શી?
પૃથ્વી પર ભગવાને જન્મ આપ્યો છે તો તે સાર્થક કરવા માટે તમારી
માણસાઇનો ઉપયોગ કરી  ગરીબ,અપંગ,ભુખ્યા,નિરાધારને સહારો
આપી તેમના જીવનને મદદરૂપ થવુ જરુરી છે નહીં કે લોકોએ કરેલી
મહેનતમાંથી મેળવેલ પૈસા (Social security) ને દેખાવ માટે
બગાડવા.સહારો બનવાને બદલે થોડા વર્ષો પર અઢળક ખર્ચો કરી
ત્યાં જીવ નથી તે જાણી એક પત્થર લઇ આવ્યા છે.જે નાસામાં છે.
અને હમણાં જઇને જોઇ આવ્યા છે કે ત્યાં પાણી છે.પરમાત્માની
સામે મનુષ્ય કાંઇજ નથી. આ ખર્ચા કરી લોકોની હાય મેળવી બીજુ
શું મેળવ્યું? પૃથ્વી પર ત્રણ ભાગ પાણી છે અને એક ભાગ જમીન
છે, તે તો બાળપણથી જગત જાણે છે.ત્યાં પહોંચેલ માણસ  કરી શુ
શકવાનો છે?કારણ ભગવાન એ જગતકર્તા છે.પાણી જોનાર માણસ
પાછળ ગરીબો અને મહેનત કરી જીવતા માણસોનીમજુરીએ મેળવેલ
આવકનો ધુમાડો કરી વલખાં મારી પાછોઆવવાથી તે જગત માટે કે
માનવ માટે કાંઇજ કરી શકવાનો જ નથી.
                 અત્યારે આ દેશમાં હાથમાં બોર્ડ લઇને લોકો ભીખ માગે
છે જે મેં જોયેલ છે.તો શા માટે જ્યાં જન્મ મળ્યો છે તે સાર્થક કરવા
પ્રયત્ન થતો નથી? કેમ ચંદ્ર પર જ માણસ જાય છે તમારી સુર્ય પર
જવાની તાકાત કેમ નથી? અઢળક નાણાનો બગાડ કરી ચાંચ ઉચીં
રાખવાની કોઇ જરૂર ખરી?
              આટલા વર્ષોથી ફક્ત ચંદ્ર પર જઇ અમેરીકા,ભારત,રશીયા
કે બીજા કોઇપણ દેશે પૈસાનુ પાણી સિવાય બીજુ કર્યુ શુ? પાણી જોયુ
જે પરમાત્માએ પહેલેથી જ રાખેલ છે.
               વૈજ્ઞાનીકોની કોઇ તાકાત નથી કે તે કુદરતને  હલાવી શકે.
એક વાવાઝોડુ કે વરસાદ રોકી શકાતો નથી તે બીજુ શું કરી શકે?
હા તે દેખાવ માટે અને કુદરતે જે રચના કરી છે તે તેની આંખથી
કે પછી દુરબીનથી જોઇ શકે અને તેમાં કોઇ ફેર કરવાની એક અંશની
પણ તાકાત નથી.તો શા માટે ગરીબોના અને મહેનત કરી જીવતા
માણસોના પરસેવાના પૈસા દુનીયાને દેખાડવા વ્યર્થ કરી તેમણે શું
મેળવ્યુ?
              પોતાનુ આયુષ્ય?          ના.
              કોઇની કૃપા?                  ના.
              ગરીબોની હાય?             હા.
              નાણાંનો વ્યય?              હા.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment